ખોડિયાર કોલોની વિસ્તારમાં લોહાણા વૃદ્ધનું નિદ્રાધિન અવસ્થામાં મૃત્યુ

ખોડિયાર કોલોની વિસ્તારમાં લોહાણા વૃદ્ધનું નિદ્રાધિન અવસ્થામાં મૃત્યુ
Spread the love

જામનગરના ખોડિયાર કોલોની વિસ્તારમાં રહેતાં એક લોહાણા વૃદ્ધ રવિવારે રાત્રે નિદ્રાધિન થયા પછી તેઓનું છાતીમાં દુખાવો ઉપડતાં મૃત્યુ નિપજયાનું પોલીસમાં જાહેર થયું છે.

જામનગરના ખોડિયાર કોલોની વિસ્તારમાં રહેતાં ગોવિંદભાઈ પોપટભાઈ ખાખરીયા નામના પંચોતેર વર્ષના લોહાણા વૃદ્ધ રવિવારે રાત્રે પોતાના ઘરે નિદ્રાધિન થયા પછી ગઈકાલે સવારે નહીં ઉઠતાં તેઓના પુત્રી સોનલબેન સહિતના પરિવારજનોએ બેશુદ્ધ બની ગયેલા લાગતાં ગોવિંદભાઈને સારવાર માટે જી.જી.હોસ્પિટલમાં ખસેડ્યા હતા.

આ વૃદ્ધને ફરજ પરના તબીબે ચકાસ્યા પછી મૃત્યુ પામેલા જાહેર કરતાં સોનલબેને પોલીસને જાણ કરી છે. તેઓએ પોલીસ સમક્ષ જણાવ્યા મુજબ તેઓના પિતા રવિવારે રાત્રે સુવા ગયા પછી છાતીમાં દુખાવો ઉપડતાં ઉંઘની હાલતમાં જ મૃત્યુ પામ્યા છે. જમાદાર એસ.એચ.જાડેજાએ મૃતદેહને પીએમ માટે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

રિપોર્ટ : રોહિત મેરાણી (જામનગર)

images-3-1.jpeg

Admin

Rohit Merani

9909969099
Right Click Disabled!