નોન એ.સી. બસોમાં આજથી ૧૦૦ ટકા મુસાફરોને છૂટઃ સ્વિમીંગ પુલ-વોટર પાર્ક ખુલ્યા

જામનગર સહિત રાજ્યમાં આજથી નવા જાહેરનામાની અમલવારી શરૂ કરવામાં આવી છે. પબ્લિક ટ્રાન્સપોર્ટ, ખાનગી બસોને નોન-એસી બસમાં ૧૦૦ ટકા તથા એસી બસમાં ૭૫ ટકા ક્ષમતાથી મુસાફરોની આવન-જાવન કરી શકાશે. ઉપરાંત વોટર પાર્ક તથા સ્વિમીંગ પુલને પણ ૬૦ ટકાની ક્ષમતા સાથે ખોલવાની મંજુરી આપવામાં આવી છે.
આજથી નવું જાહેરનામું અમલમાં મૂકવામાં આવ્યું છે, જો કે રાત્રિ કર્ફયુ જામનગરમાં યથાવત્ રાખવામાં આવ્યો છે. જે તા.૧-૮-૨૦૨૧ સુધી અમલમાં રહેશે. અન્ય તમામ નિયમો યથાવત્ રાખવામાં આવ્યા છે. માત્ર સ્વિમીંગ પુલ, વોટર પાર્ક ખોલવાની મંજુરી આપવામાં આવી છે.
રિપોર્ટ : રોહિત મેરાણી (જામનગર)