લાલપુરના રાસંગપરમાં કૌટુંબીક કાકાએ જ સગીરાને હવસનો શિકાર બનાવ્યાની ફરિયાદ

લાલપુરના રાસંગપરમાં કૌટુંબીક કાકાએ જ સગીરાને હવસનો શિકાર બનાવ્યાની ફરિયાદ
Spread the love

લાલપુર તાલુકાના રાસંગપર ગામમાં રહેતી સોળ વર્ષની વયની એક સગીરા કે જેને આજથી દોઢ મહિના પહેલા રાસંગપર ગામમાં જ રહેતા તેણીના કુટુંબી કાકા દિનેશ ખીમાભાઈ પરમારે પોતાની હવસનો શિકાર બનાવી હતી, અને એક અવાવરૂ વંડામાં લઈ જઈ તેની પર દુષ્કર્મ ગુજાર્યું હતું. ત્યારપછી મૌન રહેવા માટેની ધમકી આપી હતી. પરંતુ આખરે મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો હતો, અને સગીરા દ્વારા પોતાના કુટુંબી કાકા દિનેશ ખીમાભાઇ પરમાર સામે દુષ્કર્મ ગુજારવા અંગેની ફરિયાદ નોંધાવી છે.

એટલું જ માત્ર નહીં આ દુષ્કર્મ ગુજારવામાં મદદગારી કરવા અંગે પોતાના જ પિતરાઈ ભાઈ લખમણ ઉર્ફે લાખો પરમાર સામે પણ ફરિયાદ નોંધાવી છે. જેથી પોલીસ તંત્ર ચોંકી ઉઠ્યું છે.

સગીરાનો પિતરાઈ ભાઈ કે જે સગીરાને આરોપી દિનેશ સુધી સાથે લઈ ગયો હતો અને ત્યાં મૂકી આવ્યો હતો. ત્યાર પછી તેણી પર દુષ્કર્મ ગુજાર્યું હતું.

પોલીસે પોક્સો તેમજ દુષ્કર્મ અંગેની જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધ્યો છે અને બંને આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. જ્યારે સગીરાને મેડિકલ તપાસણી અર્થે જામનગરની જી.જી.હોસ્પિટલમાં પહોંચાડી છે.

રિપોર્ટ : રોહિત મેરાણી (જામનગર)

content_image_ce890210-21b9-4303-9b16-b5ec29ef03d3.jpeg

Admin

Rohit Merani

9909969099
Right Click Disabled!