ડે.મેયર તેમજ સ્થાનીક કોર્પોરેટરોએ જાગનાથ વિસ્તારમાં નક્કર કાર્યવાહી કરવા લોક માંગણી

જામનગર શહેરના કાલાવડ ધોરીમાર્ગ પર આવેલી જાગનાથ સોસાયટીમાં છેલ્લા કેટલાક સમયથી રસ્તો બનાવવા માટે ત્યાંના રહેવાસીઓએ અરજીઓ કરી હોવા છતાં પણ આ વિસ્તારના કોર્પોરેટરો દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં આવતી ના હોય. વરસાદ પડતાની સાથે જ આ સમગ્ર વિસ્તારમાં ગારા-કિચ્ચડ જામ થઈ જાય છે અને રાહદારીઓ તથા વાહનચાલકોને ત્યાંથી પસાર થવું પણ મુશ્કેલ થઈ જાય છે. અત્યારે આ વિસ્તારના રોડ પર મોટા-મોટા ખાડાઓ પડી ગયા છે. આ વિસ્તારના કોર્પોરેટર તેમજ જામ્યુકોના ડે. મેયરશ્રી દ્વારા આ વિસ્તારની મુલાકાત લઈ અને અત્યારે કમ-સે-કમ તો મોરમ પાથરી અને આ વિસ્તારના રહેવાસીઓને વરસાદની ઋતુ દરમ્યાન તો રાહત મળી શકે. ઉપરોક્ત તસ્વીરમાં આ વિસ્તારના માર્ગ પર ખાડાઓ પડી ગયેલા તેમજ વાહન ચાલકોને પડતી હાલાકી દૃશ્યમાન થાય છે. તેમજ આ વિસ્તારના રહેવાસીઓ પોતાના સ્વ ખર્ચે ઘર પાસે મોરમ નખાવી અને આ તકલીફોથી થોડી મુક્તી મેળવવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. તો જામનગર મહાનગરપાલિકામાં બીરાજમાન થયેલ સત્તાધીશો તેમજ આ વિસ્તારના નગરસેવકો દ્વારા આ વિસ્તારની મુલાકાત લઈ અત્યારે વરસાદની સીઝન પૂરતુ મોરમ નખાવી અને આ લત્તાવાસીઓને રાહત આપે તેવી ત્યાંના રહેવાસીઓમાં માંગણી ઉઠવા પામી છે.
રિપોર્ટ : રોહિત મેરાણી (જામનગર)