હાપામાંથી જૂગાર રમતા ત્રણ શખ્સ અને ચાર મહિલા ઝબ્બે, રૂા.1.12 લાખનો મુદ્દામાલ કબ્જે

• નવાગામ ઘેડમાંથી જૂગાર રમતા પાંચ મહિલા સહિત સાત શખ્સ ઝડપાયા રૂા.15500ની રોકડ રકમ કબ્જે
જામનગર તાલુકાના હાપા ગામમાં આવેલી યોગેશ્વરધામ સોસાયટીમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા ચાર મહિલા સહિત સાત શખ્સોને પોલીસે રેઇડ દરમિયાન રૂા.1.12 લાખની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં. જામનગર શહેરના નવાગામ ઘેડ વિસ્તારમાંથી તીનપીતનો જૂગાર રમતા પાંચ મહિલા સહિત સાત શખ્સોને રૂા.15,500ની રોકડ રકમ સાથે દબોચી લીધા હતાં.
જૂગાર દરોડાની વિગત મુજબ, જામનગર તાલુકાના હાપા ગામમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમાતો હોવાની બાતમીના આધારે પંચ એ પોલીસ રેઈડ દરમિયાન સુખા મેરુ મકવાણા, જેન્તી કેશુ કોળી, કેશુ રામજી મકવાણા અને ચાર મહિલાઓ સહિત સાત શખ્સોને રૂા.1,12,309ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. બીજો દરોડો, જામનગર શહેરના નવાગામ ઘેડ વિસ્તારમાં આવેલી મધુવન સોસાયટી-2માં મેકસવાળી શેરીમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા હોવાની બાતમીના આધારે સિટી બી પોલીસે રેઈડ દરમિયાન હિતેશ ઉર્ફે મચ્છો હરીશ જાડેજા, ગૌરવ હરકિશન ગાંગડિયા અને પાંચ મહિલાઓ સહિત સાત શખ્સોને રૂા.15500ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઇ વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
જામનગર શહેરમાં બે જુદા-જુદા દરોડામાં પોલીસ જુગાર રમતી 9 મહિલા સહિત શખસની ધરપકડ કરી છે. કુલ 14
જામનગરના નવાગામ (ઘેડ) મધુવન સોસાયટી વિસ્તારમાંથી જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમી રહેલી રેખાબેન દિલીપભાઇ ઝાલા, કુસુમબેન રાજેશભાઈ બોરીચા, સવિતાબેન માલદેભાઈ નંદાણીયા, બાલીબેન પરબતભાઈ માડમ, પ્રભાતબેન પ્રવિણભાઈ પરમાર તેમજ હિતેશ ઉર્ફે મચ્છો હરીશ ભાઈ જોડ અને ગૌરવ કિશનભાઈ ગાંગડીયાની પોલીસે અટકાયત કરી લઇ તેઓ પાસેથી રૂપિયા 15,500ની રોકડ રકમ અને જુગારનું સાહિત્ય કબ્જે કર્યું છે.
જયારે જુગારના બીજા દરોડામાં જામનગરના હાપા વિસ્તારમાં યોગેશ્વર ધામ સોસાયટીમાંથી જાહેરમાં ગંજીપાના વડે હારજીતનો જુગાર રમી રહેલી રસીલાબેન કનુભાઈ કેસરિયા, કસ્તુરબેન ભુપતભાઈ કેસરિયા, લાખીબેન કેશુભાઈ કેસરિયા, સોનલબેન વિનોદભાઈ લીલાપરા, ઉપરાંત સુખાભાઈ મેરૂભાઈ મકવાણા, જેન્તીભાઈ કેશુભાઈ કોળી, અને કેશુભાઈ રામજીભાઇ મકવાણા વગેરે સાત પતાપ્રેમીઓની પોલીસે અટકાયત કરી લઇ તેઓ પાસેથી રૂ.11,230ની રોકડ રકમ અને જુગારનું સાહિત્ય કબજે કર્યું છે.
રિપોર્ટ : રોહિત મેરાણી (જામનગર)