સ્મિત મ્યુઝિક દ્વારા કવિઓની રચનાઓનો સંગીતમય ફેસબુક લાઈવ કાર્યક્રમ

સ્મિત મ્યુઝિક દ્વારા સંગીતના અવનવા પ્રયોગો કરી કાર્યક્રમ આયોજિત કરવામાં આવે છે. સ્મિત મ્યુઝિકના શ્રી ભરતભાઈ ગજ્જર દ્વારા લોક ડાઉન દરમિયાન પોતાના ઘરે શહેરના કવિ શ્રી કિશોર જિકાદરા અને કવિ શ્રી સંજય થોરાતની રચનાઓનું સ્વરાંકન કર્યું હતું અને એ પછી ગુજરાતના અનેક કવિઓની રચનાઓ સ્વર બદ્ધ કરી હતી. આજે સાંજે એમણે એ દરેક રચનાઓ સ્મિત મ્યુઝિક સ્ટુડિયો પરથી ફેસબુક લાઈવ દ્વારા પ્રસ્તુત કરી હતી. ભરતભાઈ ગજ્જર અને જ્યોતિબહેન ગજ્જરે એમનાં અવાજમાં અને મૌલિક સંગીત દ્વારા રચનાઓ પ્રસ્તુત કરી હતી. એમાં કિશોર જિકાદરાની “કેમેરાની સામે હસીએ કેવું લાગે” અને સંજય થોરાતની “ચા એટલે ચા હોય છે, જ્યારે પણ મળે વાહ વાહ હોય છે” રચનાઓ સાથે રક્ષા શુક્લ, કુસુમ કુંડારીયા, પારૂલ નાયક, હરદ્વાર ગોસ્વામી, વારીજ લુહાર, દિલીપ શાહ અને સિકંદર મુલતાનીની રચનાઓ પ્રસ્તુત કરવામાં આવી હતી. આખોય કાર્યક્રમ સંગીતમય અને આનંદમય બની રહ્યો હતો.