ડભોઇ ખાતે ઝારોલાની વાડીમાં સેવા સેતુ કાર્યક્રમ ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાની ઉપસ્થિતિમાં યોજાયો

*ડભોઇ ખાતે ઝારોલાની વાડીમાં સેવા સેતુ કાર્યક્રમ ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાની ઉપસ્થિતિમાં યોજાયો*
વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં ચાલતી સરકારને ૫વર્ષ પૂર્ણ થવા ૧ ઓગસ્ટ થી ૯ ઓગસ્ટ સુધી વિવિધ જાણકારી અને યોજનાઓ લોકો વંચિત ન રહે તે માટે નવ દિવસ સુધી અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી છે જેના ભાગરૂપે આજરોજ સંવેદના દિવસ નિમિત્તે ડભોઈ નગરમાં ઝારોલાની વાડી ખાતે ‘ સેવાસેતુ કાર્યક્રમ ‘ રાખવામાં આવ્યો હતો . જેથી છેવાડાનો એકપણ સાચો લાભાર્થી સરકારી યોજનાઓ થી વંચિત ના રહે . સરકાર આપના દ્વારે આવી છે ત્યારે નગરપાલિકા, મામલતદાર કચેરી ને લગતા વિવિધ કામો જેવા કે આધાર કાર્ડ, પાન કાર્ડ, લાયસન્સ ,આકારણી જેવા વિવિધ કામો આપણા આંગણે આવેલા આ કાર્યક્રમમાં થી જ પૂર્ણ થશે. આ કામો માટે લોકોએ સરકારી ઓફિસોના ધક્કા ખાવા નહીં પડે.
આ સેવા સેતુ કાર્યક્રમ પ્રસંગે ડભોઇ દર્ભાવાતી ના ધારાસભ્ય શ્રી શૈલેષ મહેતા (સોટ્ટા),નોડલ ઑફિસર શ્રી નિલોફર શેખ, નગરપાલિકા પ્રમુખ શ્રીમતી કાજલબેન દુલાણી, વડોદરા જિલ્લા શિક્ષણ સમિતિ ચેરમેન શ્રી અશ્વિનભાઈ પટેલ(વકીલ), ગુજરાત ભાજપ પ્રદેશ કારોબારી સભ્ય શ્રી શશીકાંતભાઈ પટેલ, ડભોઈ નગર ભાજપ પ્રમુખ શ્રી ડૉ. સંદીપ શાહ, નગરપાલિકા ચેરમેન વિશાલભાઈ, વડોદરા જિલ્લા ભાજપ મંત્રી મહેન્દ્રભાઈ, વિસ્તારના કાઉન્સિલશ્રીઓ અને ખૂબ મોટી સંખ્યામાં નગરના લાભાર્થીઓ હાજર રહી લાભ લીધો હતો