ગુજરાત : રૂપાણી સરકારના પાંચ વર્ષ પૂર્ણ, જ્ઞાનકુંજ પ્રોજેક્ટ હેઠળ 3659 શાળાના 12 હજાર સ્માર્ટ ક્લાસનું લોકાર્પણ

ગુજરાત : રૂપાણી સરકારના પાંચ વર્ષ પૂર્ણ, જ્ઞાનકુંજ પ્રોજેક્ટ હેઠળ 3659 શાળાના 12 હજાર સ્માર્ટ ક્લાસનું લોકાર્પણ
Spread the love

જ્ઞાનકુંજ પ્રોજેક્ટ હેઠળ 3659 શાળાના 12 હજાર સ્માર્ટ ક્લાસનું લોકાર્પણ, 135 કરોડ રૂપિયાના ખર્ચે બનાવાયા છે. સ્માર્ટ ક્લાસ, 95 કરોડના ખર્ચે નિર્મિત 1050 શાળાના ઓરડાનું લોકાર્પણ

ગુજરાત : મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલની સરકારને પાંચ વર્ષ પૂરા થવા પર વિવિધ વિકાસ કાર્યો સાથે ઉજવણીનો પ્રારંભ કરાયો છે. ગાંધીનગરમાં મહાત્મા મંદિરમાં જ્ઞાનશક્તિ દિનની ઉજવણી. આ પ્રસંગે કરોડોના શૈક્ષણિક વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ સમારંભમાં સીએમ રૂપાણીએ કૉંગ્રેસ પર આકરા પ્રહાર કરતા કહ્યું વિરોધને ગુજરાતનો વિરોધ ગણાવ્યો હતો.

જુદા-જુદા વિકાસકાર્યોની વાત કરીએ તો, જ્ઞાનકુંજ પ્રોજેક્ટ હેઠળ 3659 શાળાના 12 હજાર સ્માર્ટ ક્લાસનું લોકાર્પણ, 135 કરોડ રૂપિયાના ખર્ચે બનાવાયા છે સ્માર્ટ ક્લાસ, 95 કરોડના ખર્ચે નિર્મિત 1050 શાળાના ઓરડાનું લોકાર્પણ, 10 કરોડના ખર્ચે નિર્મિત 71 પંચાયત ઘરનું લોકાર્પણ, 4.80 કરોડના ખર્ચે નિર્મિત ધોળકા, નવસારી તા.પંચાયત કચેરીનું લોકાર્પણ, 58 કરોડના ખર્ચે તૈયાર થનારા 647 શાળાના ઓરડાનું ખાતમુહૂર્ત, 21 કરોડના ખર્ચે તૈયાર થનારા 144 પંચાયત ઘરનું ખાતમુહૂર્ત, 35 કરોડના ખર્ચે 256 શાળાના ઓરડામાં કોમ્પ્યુટર લેબનો શુભારંભ, શોધ યોજના અંતર્ગત પીએચ.ડીના 1,000 વિદ્યાર્થીને સ્કોલરશીપ, 2008 વિદ્યાર્થીને ઉચ્ચ શિક્ષણની સહાય, નમો ઈ-ટેબ્લેટનું લાભાર્થી વિદ્યાર્થીઓને વિતરણ, સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઈનોવેશન પોલિસી હેઠળ 16 કૉલેજો અને યુનિવર્સિટી સાથે એમઓયુ કરાયા છે. જેનાથી 18 હજાર 670 વિદ્યાર્થીઓને ફાયદો થશે.

modi-shah-rupani-gujaratpost.jpg

Admin

Kapil Methwani

9909969099
Right Click Disabled!