સુરત માં આવાસના ફોર્મ મેળવવા માટે લાઈન લાગી

સુરત મહાનગરપાલિકાએ આવાસ બનાવી દીધા છે. આવાસ મેળવવા માટે બેન્કમાંથી ફોર્મની લેવાની જાહેરાત કરવામાં આવી છે તેની સાથે જ ફોર્મનું વિતરણ કરતી બેંક બહાર લાઈન લાગી ગઈ છે.સુરત મહાનગરપાલિકાના તમામ ઝોનમાં 8279 આવાસ બનાવવામાં આવ્યા છે. આવાસ મેળવવા માટે લાભાર્થીઓએ ફોર્મ ભરવાના રહેશે.સુરતમહાનગરપાલિકાએ આવાસ માટેના ફોર્મ કોટક મહેન્દ્ર બેન્ક વિતરણ કરવાની જાહેરાત કરી છે. આજથી ફોર્મ વિતરણની કામગીરી શરૂ કરવામાં આવી છે. ફોર્મ ઓફ એટર્ની જાહેરાતની સાથે જ આજે સવારથી જ બેંક પર લાઈન લાગી ગઈ છે. બેન્કમાંથી ફોર્મ લઇને 16 સપ્ટેમ્બર સુધીમાં જરૂરી પુરાવા સાથે ફોર્મ મહાનગરપાલિકામાં જમા કરાવવાના રહેશે.
રીપોટ : ક્રિશાંગ ગાંજાવાલા
સુરત