ચાણોદ ના મલહારરાવ ઘાટ ખાતે: નર્મદા માં ડૂબતા વૃદ્ધ ઈસમને બચાવી નવજીવન આપતી જી.આર. ડી ની મહિલાઓ.

ચાણોદ ના મલહારરાવ ઘાટ ખાતે:
નર્મદા માં ડૂબતા અમદાવાદ ના વૃદ્ધ ઈસમને બચાવી નવજીવન આપતી જી.આર. ડી ની મહિલાઓ.
ચાણોદ મલ્હારાવ ઘાટ પાસે અમદાવાદ ના આધેડ નર્મદા નદીમાં નાહવા જતા અચાનક પાણી ના પ્રવાહમાં ડૂબવા લાગ્યા હતા ત્યારે ત્યાં હાજર જી આર ડી ની મહિલા સભ્યો તડવી મીનાબેન નિલેશ ભાઈ તેમજ બારીયા સુમિત્રાબેન રણછોડભાઈ અને અન્ય હાજર બેહનો ની નજર પડતાં સમય વ્યર્થ ના કરી વહેતા પાણી મા રીંગ લઈ એક જીવ બચાવવા પોતાના જીવ ની પરવા કર્યા વગર ઉતરી પડ્યા હતા.મહા મહેનતે આ આધેડ ને રેસ્ક્યું કરી બહાર કાઢ્યા હતા અને તેઓની જાન બચાવી હતી ત્યાર બાદ જીઆરડી બહેનોએ ક્લાર્ક પ્રફુલચંદ્ર ને જાણ કરતા તેઓ ઘટના સ્થળે આવી પોંહચી તેઓની પૂછ પરછ કરી તેઓને ચાણોદ પોલીસ સ્ટેશન લાવ્યા બાદ તેઓના પરિવાર ને અમદાવાદ ટેલીફોનીક બનાવ ની જાણ કરતા તેમનો પરિવાર તત્કાળ ચાણોદ આવી તેઓને લઈ ગયા હતાં જીઆરડી મહિલાઓ ની આ પ્રસંસનીય કામગીરી ને હજાર લોકોએ વધાવી લીધી હતી.જ્યારે ચાણોદ પો.સ્ટે ના પી એસ આઈ .આર.એમ.ચૌહાણ સાહેબે અને સ્ટાફે જી.આર. ડી મહિલાઓની હિંમત ભરી બહાદુરીને બિરદાવી હતી.
રીપોર્ટ:- ચિરાગ તમાકુવાલા ડભોઇ