હોન્ડા કાર્સ ઇન્ડિયાએ નવી અમેઝનું ઉત્પાદન શરૂ કર્યું

હોન્ડા કાર્સ ઇન્ડિયા લિમિટેડ (HCIL), ભારતની અગ્રણી પ્રીમિયમ કાર નિર્માતાએ તેની લોકપ્રિય સેડાન નવી હોન્ડા અમેઝનું રાજસ્થાનમાં તાપુકારા ખાતે આવેલા પોતાના મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટમાંથી મોટાપાયે ઉત્પાદન શરૂ કર્યું છે. નવી અમેઝ 18 ઑગસ્ટ 2021ના રોજથી લોન્ચ કરવામાં આવશે. હોન્ડા કાર્સ ઇન્ડિયા લિમિટેડના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ અને ડાયરેક્ટર શ્રી રાજેશ ગોયલે આ અંગે જણાવ્યું હતું કે, “અમારા મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ ખાતે તમામ મોડેલ માટે પુરવઠામાં સફળતાપૂર્વક વધારો કર્યા પછી, અમે નવી અમેઝ કાર લોન્ચિંગના સમયે સમગ્ર નેટવર્કમાં ઉપલબ્ધ થાય તે સુનિશ્ચિત કરવા માટે મોટાપાયે તેનું ઉત્પાદન અને રવાનગીની કામ શરૂ કર્યું છે.
અમને વિશ્વાસ છે કે, નવી અમેઝ તેમાં આપવામાં આવતી પ્રીમિયમ અને સુસંસ્કૃત વિશેષતાઓના કારણે અમારા ગ્રાહકોમાં આકર્ષણ જમાવશે અને તેમના પરિવારો માટે એકદમ યોગ્ય પસંદગી બની રહેશે.” કંપનીએતાજેતરમાંજ નવી અમેઝનું પ્રિ-લોન્ચિંગ બુકિંગ શરૂ કર્યું છે, જેમાં રસ ધરાવતા ગ્રાહકો HCILની વેબસાઇટ પરથી ‘હોન્ડા ફ્રોમ હોમ’ પ્લેટફોર્મ દ્વારા ઑનલાઇન તેમની કારનું બુકિંગ કરાવી શકે છે અથવા દેશભરમાં હોન્ડાની તમામ અધિકૃત ડીલરશીપ પાસે પણ બુકિંગ કરાવી શકે છે. હાલમાં પોતાની બીજી જનરેશનમાં આવી ગયેલી હોન્ડા અમેઝ, હોન્ડાનું સૌથી વધારે વેચાતું મોડેલ છે અને સમગ્ર ભારતમાં ગ્રાહકો ધરાવે છે.
મોડેલ ભારતીય ગ્રાહકોની હંમેશા ઉભરતી જરૂરિયાતો અને ઇચ્છાઓને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યું છે. તે સમકાલીન છે અને તેની બોલ્ડ ડિઝાઇન, સુસંસ્કૃત અને મોકળાશ વાળા ઇન્ટિરિયર, અદભૂત ડ્રાઇવિંગ પરફોર્મન્સ, અદ્યતન સુવિધાઓ અને સલામતીની ટેકનોલોજી સાથે પ્રીમિયમ મોડેલમાં ‘સેડાનનો એકવર્ગ ઉન્નત અનુભવ’ આપવામાં આવે છે. હોન્ડા અમેઝ 1.5L i-DTEC ડીઝલ એન્જિન અને 1.2L i-VTEC પેટ્રોલ એન્જિનથી સંચાલિત છે જેમાં બંને પ્રકારના ઇંધણના વિકલ્પોમાં મેન્યુઅલ અને CVT વર્ઝન ઉપબલ્ધ છે.