રેવાસ ગામ પાસેથી લોંડીંગ રીક્ષામાથી ઇગ્લીશ દારૂ સાથે બે ઇસમોને ઝડપી પાડતી સાબરકાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચ

રેવાસ ગામ પાસેથી દારૂની હેરાફેરી કરતી લોંડીંગ રીક્ષામાથી 1,75,440 ના ઇગ્લીશ દારૂ સાથે બે ઇસમોને ઝડપી પાડતી સાબરકાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચ
સાબરકાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.ડી.ચંપાવતે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ તેમજ દારૂની હેરાફેરી કરતા ઇસમોને પકડી પાડવા સુચના કરેલ છે જે બાબતે એલ.સી.બી સ્ટાફના હે.કો.સનતકુમાર, પો.કો. વિજયભાઇ, તથા ડ્રા.પો.કો. રમતુજી ઇડર પો.સ્ટે વિસ્તારમાં ભીલોડા ત્રણ રસ્તા પેટ્રોલિંગમા હતા દરમ્યાન બાતમી મળેલ કે ભીલોડા તરફથી એક લોંડીંગ રીક્ષા નંબર વગરની ઇડર તરફ આવેછે અને ગુપ્ત ખાનુ બનાવી તેમા ઇગ્લિશ દારૂ ભરેલો છે જે બાતમીથી પંચો સાથે રાખી રેવાસ ગામે વોચમા હતા દરમ્યાન બાતમીવાળી નંબર વગરની લોંડીગ રીક્ષા આવતા તે રીક્ષાને ઉભુ રખાવી અંદર બેસેલ બે ઇસમોને પકડી પાડી તે ઇસમોનુ નામ પુછતા તે ઇસમોએ પોતાનુ નામ અશોકભાઈ રણછોડભાઈ ડામોર રહે. આંબલીયા પોસ્ટ પાલ પાદર તા. વીંછીવાડા રાજસ્થાન તથા અરવિંદભાઇ ઉફૅ પીન્ટુ મોહનભાઈ રામાભાઇ ગામેતી રહે. કણબઇ ઘાંટી ફળા તા. ખેરવાડા રાજસ્થાન ને પકડી સખત પુછપરછ કરતા તે ઇસમોએ જણાવેલ કે રીક્ષામા સીટના પાછળના ભાગે ગુપ્ત ખાનુ બનાવેલ અને તેમા ભારતીય બનાવટની દારૂ / બીયર જથ્થાની ની પેટીઓ ભરી દારૂની હેરાફેરી કરતા હતા ક્રાઇમ બ્રાન્ચે ગુપ્ત ખાનામાં તપાસ કરતા અંદરથી દારૂ/બીયરની 22 નંગ પેટીઓ તથા છુટી બોટલો નંગ-12 કુલ કિ.રૂ. 1,75,440 તથા લોંડીગ રીક્ષા કિ.રૂ 2 લાખ મળી કુલ મુદ્દામાલ કિ.રૂ. 3,75,440 ના મુદ્દામાલ સાથે બે ઇસમોને પકડી ધી ગુજરાત પ્રોહિ એક્ટ કલમ ૬૫ એ ઇ, ૧૧૬ બી, ૯૮(૨), ૮૧ મુજબ ઇડર પોલીસ સ્ટેશને ક્રાઇમ બ્રાન્ચે ગુન્હો નોધાવી આગળની કાયૅવાહી હાથ ધરી હતી.
રીપોર્ટ : કુલદીપ ભાટીયા (સાબરકાંઠા)