સ્કૉડા ઓટો ઇન્ડિયાએ નવી કાર માટે વિશિષ્ટ ડિઝાઇન કન્ટેસ્ટની જાહેરાત કરી

- “સ્કૉડા સાથે ડિઝાઇન તૈયાર કરો”
- ચાલુ વર્ષે બ્રાન્ડ દ્વારા બીજા આયોજિત આંતરરાષ્ટ્રીય પ્રીમિયમ માટે પ્રવૃત્તિઓ શરૂ
- ડિઝાઇનના શોખીનો માટે રચનાત્મક વિચારો વહેંચવાની તક આપશે, કંપનીના આંતરરાષ્ટ્રીય હેડક્વાર્ટર્સની મુલાકાત લેવાની અને પ્રાગમાં ડિઝાઇન હેડને મળવાની તક આપશે
સ્કૉડા ઓટો ઇન્ડિયાએ ડિઝાઇન કન્ટેસ્ટનું આયોજન કર્યું છે, જેમાં યુવાન ભારતીય ડિઝાઇનરોને કંપનીની આગામી મિડ-સાઇઝ પ્રીમિયમ સેડાન માટે ડિઝાઇન તૈયાર કરવા સામેલ થવાની તક આપવામાં આવી છે. કન્ટેસ્ટની એન્ટ્રીઓ 18 ઓગસ્ટ, 2021 સુધી ખુલ્લી રહેશે અને જ્યુરીએ પસંદ કરેલી ટોચની પાંચ એન્ટ્રીની જાહેરાત 23 ઓગસ્ટ, 2021ના રોજ થશે. પસંદ થયેલા ટોચના પાંચ ઉમેદવારોમાંથી એક ફાઇનલ વિજેતા જાહેર થશે.
આ કન્ટેસ્ટ વિશે સ્કૉડા ઓટો ઇન્ડિયાના બ્રાન્ડ ડાયરેક્ટર ઝેક હોલિસે કહ્યું હતું કે, “ભારતમાં કેટલીક મહાન ડિઝાઇન પ્રતિભાઓ છે. અમે અમારી આગામી મિડ-સાઇઝ પ્રીમિયમ સેડાન માટે આ વિશિષ્ટ કન્ટેસ્ટ દ્વારા તેમને બિરદાવવા આતુર છીએ. અમે ભારતીય ઉત્સાહી લોકો સાથે જોડાવા આતુર છીએ અને આ કાલ્પનિક અભિવ્યક્તિ માટે મોટી તક છે. અમે પ્રથમ મિડ-સાઇઝ એસયુવી કુશક લોંચ કરી છે, જે ભારતીય બજાર પ્રત્યે અમારી પ્રતિબદ્ધતાનો પુરાવો છે. કુશકની ડિઝાઇન હેડક્વાર્ટ્સ અને ભારતમાં અમારી ટીમો વચ્ચે ગાઢ જોડાણમાં તૈયાર થઈ હતી તથા આગામી મિડ-સાઇઝ પ્રીમિયમ સેડાન આ પ્રેક્ટિસને અનુસરશે.
આ રોમાંચક કન્ટેસ્ટ ચાલુ વર્ષે અમારા દ્વારા બીજી આંતરરાષ્ટ્રીય આયોજન માટે પ્રવૃત્તિઓની સારી શરૂઆત છે.” આ કન્ટેસ્ટના જ્યુરી હશે – શ્રી ગુરુપ્રતાપ બોપરાઈ, મેનેજિંગ ડાયરેક્ટર – SAVWIPL, શ્રી ઝેક હોલિસ, બ્રાન્ડ ડાયરેક્ટર – સ્કૉડા ઓટો ઇન્ડિયા અને શ્રી ઓલિવર સ્ટેફની, હેડ ઓફ ડિઝાઇન – સ્કૉડા ઓટો એ. એસ. મૂલ્યાંકન પ્રક્રિયા વિવિધ માપદંડ ધરાવશે, જેમાં નવી રચનાત્મક અને ટેકનિકલ જરૂરિયાતોને સ્વીકાર થશે. ઇનોવેશન, સુંદરતા, કાર્યદક્ષતા, અર્ગોનોમિક્સ, ટકાઉક્ષમતા, અસર, યુટિલિટી, ઉત્પાદનની વાસ્તવિકતા અને ઇમોશનલ ક્વોશન્ટને આધારે દરેક ડિઝાઇન પર વેઇટેજ આપવામાં આવશે.
18 વર્ષથી વધારે વય ધરાવતી કોઈ પણ વ્યક્તિ સહભાગી થઈ શકે છે. કન્ટેસ્ટમાં ભારતમાંથી ડિઝાઇન સ્ટુડિયો, કંપનીઓ, યુનિવર્સિટીઓ, ડિઝાઇન સાથે સંબંધિત વિદ્યાર્થીઓ અને ડિઝાઇન વ્યવસાયિકો સામેલ થઈ શકે છે. તેઓ www.camowithskoda.com પર રજિસ્ટર કરાવીને અને તેમની ડિઝાઇન સબમિટ કરીને સહભાગી થઈ શકે છે. ટોચની 5 પસંદ થયેલી ડિઝાઇનોમાંથી વિજેતાને સ્કૉડાના હેડક્વાર્ટર્સમાં સ્કૉડા ઓટો એ. એસ. – શ્રી ઓલિવર સ્ટેફની, હેડ ઓફ ડિઝાઇનને મળવા પ્રાગનો પ્રવાસ કરવાની તક મળશે. ઉપરાંત વિજેતા ડિઝાઇન સ્કૉડાની આગામી ઓફરમાં લાગુ થશે અને દેશભરમાં પ્રદર્શિત થશે. રનર – અપને ડિઝાઇન ટેબ્લેટ મળશે અને પસંદ થયેલી અન્ય 3 એન્ટ્રીઓને સ્કૉડા ગિફ્ટ બેગ્સ મળશે.
2021: ભારતમાં સ્કૉડા ઓટો માટે વૃદ્ધિનો નવો તબક્કો
સ્કૉડા ઓટો ઇન્ડિયાએ એના જુલાઈ, 2021ના વેચાણમાં ગયા વર્ષના સમાન ગાળાના વેચાણની સરખામણીમાં 234 ટકાના વધારાની જાહેરાત કરી હતી. કંપનીએ જુલાઈ, 2021માં 3,080 કારનું વેચાણ કર્યું હતું, જે જુલાઈ, 2020માં 922 કાર હતું. જૂન, 2021માં વેચાણ 734 યુનિટનું હતું અને આ રીતે જૂન, 2021ની સરખામણીમાં જુલાઈ, 2021માં 320 ટકાનો વધારો થયો છે. કંપનીની વ્યૂહરચના મુજબ, વેચાણમાં વધારો કુશકના લોંચ સાથે થયો છે, જે આગળ જતા બ્રાન્ડનું મહત્વપૂર્ણ વૃદ્ધિપ્રેરક પરિબળો પૈકીનું એક હશે. ભારતમાં સ્કૉડા ઓટો ઇન્ડિયા માટે 2021 મહત્વપૂર્ણ વર્ષ છે, જેમાં ‘ઇન્ડિયા 2.0’ સ્ટ્રેટેજીનો અમલ કુશકના લોંચ સાથે શરૂ થયો છે. ગ્રાહક સાથે વધતું જોડાણ સુપર્બ, ઓક્ટેવિયા અને રેપિડ સહિત સંપૂર્ણ રેન્જમાં વોલ્યુમમાં વધારા તરફ પણ દોરી ગયું છે.