“મહાગુજરાતની ચળવળમાં શહીદ થયેલા ડભોઇ-દર્ભાવતિના કલ્યાણભાઈને ૬૩મી શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ

“મહાગુજરાતની ચળવળમાં શહીદ થયેલા ડભોઇ-દર્ભાવતિના કલ્યાણભાઈને ૬૩મી શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ”
મહાગુજરાતની ચળવળ ચાલી રહી હતી તે દરમિયાન ડભોઇ- દર્ભાવતિના કલ્યાણભાઈ શાહને ગોળી મારી હત્યા કરવામાં આવી હતી,અને તેઓ શાહિદ થયા હતા જેથી ડભોઇ પટેલ વાગામાં તેમના નિવાસ સ્થાન ના વિસ્તાર ને કલ્યાણપોળ શબ્દ એમના નામ ઉપર થી રાખવામાં આવ્યો છે.સન ૧૩/૦૮/ ૧૯૫૮માં તેઓને ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. તેથી કલ્યાણ પોળના નાકે તેમના વિચારો તાજાં રહે તે માટે સ્મારક બનાવવામાં આવ્યું છે અને દર વર્ષે તેઓના સ્મારક પર તેઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવે છે.
આજરોજ ડભોઇ દર્ભાવતિ ના ધારાસભ્ય શૈલેષ ભાઈ મહેતાએ કલ્યાણભાઈ શાહના સ્મારક ઉપર પુષ્પાંજલિ અર્પણ કરી તેમના દિવ્ય આત્માને શાંતિ મળે એવી પ્રાર્થના વ્યક્ત કરી હતી.સન ૧૯૬૧માં મહાગુજરાતની ચળવળ ચાલી રહી હતી. જેમાં મહારાષ્ટ્ર અને ગુજરાત બંને અલગ કરવામાં આવ્યા ત્યારથી આપણને સ્વતંત્ર ગુજરાત મળ્યું છે. અને આ સ્વતંત્ર ગુજરાત અપાવવામાં ડભોઇ દર્ભાવતિ ના લડવૈયા કલ્યાણભાઈ શાહે પોતાનું બલિદાન આપી દીધું છે.જેથી દર વર્ષે તેમના સ્મારક ઉપર પુષ્પાંજલિ અર્પણ કરીને શ્રદ્ધાંજલી આપી તેમના વિચારોને વળગી રહેવા માટે આવનારી પેઢીને પ્રોત્સાહિત કરવામાં આવે છે.
આ પ્રસંગે ડભોઇ નગરપાલિકાના કર્મચારીઓ નગરસેવકો અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી તેઓના સ્મારક પર પુષ્પ અર્પણ કરી તેઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
રીપોર્ટ:- ચિરાગ તમાકુવાલા