આઝાદીનો અમૃત મહોત્સવ અંતર્ગત*

*આઝાદીનો અમૃત મહોત્સવ અંતર્ગત*
*અમરેલીમાં નહેરુ યુવા કેન્દ્ર દ્વારા ફિટ ઇન્ડિયા ફ્રીડમ રન યોજાઈ : ૭૫ થી વધુ સહભાગીઓ જોડાયા*
અમરેલી તા. ૧૪ ઓગસ્ટ, ભારત સરકારના યુવા બાબતો અને રમત મંત્રાલયના હેઠળના નહેરુ યુવા કેન્દ્ર અમરેલી દ્વારા ફીટ ઇન્ડિયા ફ્રીડમ રનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રનમાં ૭૫ થી વધુ સહભાગીઓએ સીનીયર સિટીજન પાર્ક સરદાર સર્કલથી અમર જવાન જ્યોતિ સર્કલ સુધી ફ્રીડમ રનમાં ભાગ લઈ સ્વસ્થ રહેવાનો સંદેશો આપ્યો હતો.
યુવા અગ્રણી શ્રી ચેતન શિયાળ અને અમરેલી યુવા કેન્દ્રના એકાંકી અગ્રવાલ તેમજ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા લીલી ઝંડી આપી દોડને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંગે માહિતી આપતા એકાંકી અગ્રવાલએ જણાવ્યું કે, નહેરુ યુવા કેન્દ્ર સંગઠન દ્વારા આઝાદીની ૭૫ મી વર્ષગાંઠ પર ફિટ ઇન્ડિયા ફ્રીડમ રન દ્વારા ફિટ રહેવાના સંદેશ સાથે ફિટ ઇન્ડિયાની પ્રતિજ્ઞા લેવા સાથે દોડવીરોએ રાષ્ટ્રગીતનું ગાન કર્યું હતું.
સુમિત ગોહિલ
રિપોર્ટ : રસિક વેગડા
લોકાર્પણ દૈનિક ન્યુઝ