સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદા ને ફ્રુટ નો અન્નકુટ ધરાવવામાં આવ્યો.

સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદા ને ફ્રુટ નો અન્નકુટ ધરાવવામાં આવ્યો.
સફરજન,દાડમ,ચીકુ,મોસંબી,પાઈનેપલ,કેળા,દ્રાક્ષ,કેવી,સ્ટોબેરી,પોપૈયો,જમરૂખ સહીત વિવિધ જાતના ૧૦૦૦ કીલો ફ્રૂટ નો હનુમાનજીદાદા ને અન્નકુટ ધરાવવામાં આવ્યો.
આજે ૧૫ મી ઓગસ્ટ નિમિત્તે મંદીરના પરીસરમાં ૫૫૧ બાળકોની ઉપસ્થિતીમાં ૧૫૫૧ ફુટ નો રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવામાં આવશે
બોટાદ જીલ્લામાં આવેલ જગ વિખ્યાત અને આસ્થાનું પ્રતિક એવા સાળંગપુર ગામે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદા ને પવિત્ર શ્રાવણ માસના શનિવાર નિમિત્તે ભવ્ય અન્નકુટ ધરાવવામાં આવ્યો હતો.પરમ પુજ્ય શાસ્ત્રીશ્રી હરીપ્રકાશદાસજી સ્વામી(અથાણાવાળા),કોઠારી સ્વામીશ્રી વિવેકસાગરદાસજી સ્વામી,ડી.કે.સ્વામી ના માર્ગદર્શન હેઠળ આજરોજ તારીખ-૧૪-૮-૨૦૨૧ ને પવિત્ર શ્રાવણ માસના શનિવાર નિમિત્તે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદા ને ફ્રુટ નો ભવ્ય અન્નકુટ ધરાવવામાં આવ્યો હતો.સફરજન,દાડમ,ચીકુ,મોસંબી,પાઈનેપલ,કેળા,દ્રાક્ષ,કેવી,સ્ટોબેરી,પોપૈયો,જમરૂખ સહીત વિવિધ જાતના ૧૦૦૦ કીલો ફ્રૂટ નો હનુમાનજીદાદા ને ભવ્ય અન્નકુટ ધરાવવામાં આવ્યો હતો.પુજ્ય ડી.કે.સ્વામી દ્રારા સવારે ૫:૩૦ કલાકે મંગળા આરતી કરવામાં કરવામાં આવી હતી તેમજ શાસ્ત્રી સ્વામી હરીપ્રકાશદાસજી સ્વામી(અથાણાવાળા)એ સવારે ૭ કલાકે શણગાર આરતી ઉતારવામાં આવી હતી તેમજ બપોરે ૧૧:૧૫ કલાકે પરમ પુજ્ય કોઠારી સ્વામીશ્રી વિવેકસાગરદાસજી સ્વામી દ્રારા અન્નકુટ આરતી ઉતારવામાં આવી હતી.બપોરે ૧૧:૩૦ થી સાંજના ૪ કલાક સુધી ભક્તો માટે અન્નકુટ ના દર્શન ચાલુ રહ્યા હતા.હનુમાનજીદાદા ને ધરાવવામાં આવેલ અન્નકુટ ના રૂબરૂ દર્શનનો લાભ હજારો હરિભક્તોએ લીધો હતો.તેમજ દેશ-વિદેશમાં વસતા લાખો હરિભક્તોએ હનુમાનજીદાદા ના અન્નકુટ નો ઓનલાઈન દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.જ્યારે આજે ૧૫ મી ઓગસ્ટ નિમિત્તે સાળંગપુર ખાતે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદીરે પુજ્ય શાસ્ત્રીશ્રી હરીપ્રકાશદાસજી સ્વામી,કોઠારી સ્વામી વિવેકસાગરદાસજી સ્વામી,ડી.કે.સ્વામી ના માર્ગદર્શન હેઠળ તેઓની પાવન ઉપસ્થિતી માં મંદીરના પરીસર માં દિવ્ય અને ભવ્ય ૧૫૫૧ ફુટ નો રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવામાં આવશે.હનુમાનજીદાદા ના સાનિધ્ય માં રાષ્ટ્રીય ગીત સાથે સવારે ૯ કલાકે ધ્વજવંદન કરવામાં આવશે.આ પ્રસંગે ૫૫૧ બાળકો તથા મંદીરના કર્મચારીઓ,સેવક ગણ,ભક્તો રાષ્ટ્રીય ગીત સાથે સલામી આપશે.૧૫ મી ઓગસ્ટ સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદીર રાષ્ટ્ર ભક્તિના નારાથી અને રાષ્ટ્ર ભક્તિથી ગુંજી ઉઠશે.તેમજ ૧૫ મી ઓગસ્ટ નિમિત્તે હનુમાનજીદાદા ને ત્રિરંગા નો ભવ્ય શણગાર કરવામાં આવશે..
રિપોર્ટ -વિપુલ લુહાર,રાણપુર