ડભોઇ જી.આઈ.ડી.સી માં આવેલ ગોડાઉન માં આજરોજ એક એક આગ ફાટી નીકળી હતી.

ડભોઇ જી.આઈ.ડી.સી માં આવેલ ગોડાઉન માં આજરોજ એક એક આગ ફાટી નીકળી હતી.
ડભોઇ જી.આઈ.ડી.સી માં આવેલ સુજલ એન્ટરપ્રાઇસ ના ગોડાઉન માં આગ ફાટી નીકળતા અફરા તફરી નો માહોલ સર્જાયો હતો.બિસ્કિટ તેમજ નમકીન ના ગોડાઉન માં આગ લાગતા લાખો રૂપિયા નું નુકશાન થયું હોવાનું અનુમાન લગાવવા માં આવ્યું છે.પ્રાથમિક તારણ થી સોર્ટસર્કિટ ના કારણે આગ લાગી હોવાનું માલુમ પડ્યું હતું.જોત જોતા માં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ધુમાડા ના ગોટેગોટા નીકળતા આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા.આગ માં એક એક્ટિવા બળી ને ખાખ થઈ ગયેલ છે.સદનસીબે આગ માં કોઈ જાનહાનિ થઈ નથી.બનાવ ના પગલે ડભોઇ ફાયર ની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચી હતી અને આગ ને બુજાવવા માં પ્રયાસ કર્યા હતા.ગોડાઉન માં લાગેલ આગ એ વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ડભોઇ ફાયર ટીમ ને વડોદરા ફાયર વિભાગ ની જરૂર પડી હતી. બનાવ ની જાણ વડોદરા ફાયર ને કરતા વડોદરા ફાયર ટીમ પણ તાત્કાલિક ધોરણે ડભોઇ જી.આઈ.ડી.સી ખાતે આવી પહોંચી હતી.અને આગ પર કાબુ મેળવવા ના પ્રયાસ હાથ ધર્યા હતા.ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવા માં સફળતા મળી હતી.આગ લાગતા લાખો રૂપિયા નું નુકશાન થયું હોવાનું અનુમાન લગાવવા માં આવી રહ્યું છે.
રીપોર્ટ :- ચિરાગ તમાકુવાલા