શ્રાવણના છેલ્લા સોમવારે શિવ મંદિરોમાં ભક્તોની ભીડ ઉમટી, અભિષેક માટે લાંબી લાઇનો લાગી

– આજે શ્રાવણ મહિનાનો અંતિમ દિવસ
– શહેર ના અનેક નાના – મોટા શિવમંદિરો વહેલી સવારથી ભક્તો ઉમટ્યા
– માસ્ક સાથે સેનેટાઈઝર ની મંદિરોમાં વ્યવસ્થા
આજે શ્રાવણ માસનો છેલ્લો સોમવાર છે ત્યારે શિવ મંદિરોમાં વહેલી સવારથી જ મોટી સંખ્યામાં શિવ ભક્તો ઉમટ્યા છે.રાજ્યમાં આવેલા શિવાલયો બમ ભોલેના નાદથી ગુંજ્યું ઉઠ્યા છે શ્રાવણના સોમવારનું અનેરું મહત્વ હોય છે જેમા ભગવાની શિવ અને માતા પાર્વતિની પૂજા અર્ચના કરવામાં આવતી હોય છે આજે શ્રાવણનો છેલ્લો સોમવાર છે ત્યારે સોમવાર અને શ્રાવણ મહિનાની પૂર્ણાહૂતિનો અનોખો સંયોગ જોવા મળી રહ્યો છે.
• શહેર ના પૌરાણિક શિવ મંદિરોમાં વહેલી સવારથી ભક્તો ઉમટ્યા
શહેર ના સિદ્ધનાથ મહાદેવ, કાશીવિશ્વનાથ મહાદેવ, તેમજ જામનગર નજીક આવેલ લાલપુર પાસે ભોળેશ્વર મહાદેવ સહિત ના શહેર ના અનેક શિવ મંદિરમાં વહેલી સવારથી ભક્તોની લાંબી કતારો જોવા મળી રહી છે. ત્યારે આજે શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર છે , શિવાલયોમાં ભક્તો ઉમટ્યા, શ્રાવણના અંતિમ દિવસે છે ત્યારે ભક્તો ભગવાન શિવને જળાભિષેક કરી બિલીપત્ર અને પુષ્પ અર્પણ કરે છે. ત્યારે શ્રાવણ મહિનાના સોમવારે પણ ભક્તો મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે.
• બમ ભોલેના નાદથી ગુંજ્યું શિવાલય
ઉલ્લેખનિય છે શ્રાવણમાસમાં શિવ મહિમાનું વિશેષ મહત્વ હોવાથી શિવ ભક્તો ઉપવાસ અને ભગવાન શિવની આધારના કરતા હોય છે એટલું જ નહીં પાંચ સોમવારવાળા આ શ્રાવણ માસમાં ભક્તો અતિશુભ માની ભગવાની શિવની પૂજા કરી છે અને બિલીપત્ર ચઢાવે છે. શિવભક્તો આખો માસ ઉપવાસ કરીને, શિવલિંગ પર દૂધ, બિલીપત્ર ચઢાવીને, યથાશક્તિ દાન કરીને, ઓમ નમઃ શિવાયના જાપ કરીને ભગવાન શિવના આશિર્વાદ અને કૃપાદ્રષ્ટિ મેળવશે. આ માસ દરમિયાન શિવભક્તો આજુબાજુના પ્રખ્યાત શિવમંદીરોના દર્શન કરીને ધન્યતા અનુભવશે.