મોરબીના જોધપર (નદી) ગામમાં કોરોના રસીકરણ કામગીરી 100% પૂર્ણ

મોરબીના જોધપર (નદી) ગામમાં કોરોના રસીકરણ કામગીરી 100% પૂર્ણ
મોરબી: કોરોના મહામારીએ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે. ત્યારે કોરોના નામના દાનવથી બચવા રસીકરણ એકમાત્ર ઉપાય છે. સાથે કોરોનાની સંભવીત ત્રીજી વેવ સામેથી તૈયારીના ભાગરૂપે કોરોના સામે રક્ષણ મેળવવા માટે કોરોના રસીકરણએ ખૂબ જ અગત્ય ઉપાય છે. જેથી હાલ ભારત સરકારનું મહારસીકરણ અભ્યાન સમગ્ર દેશમાં ચાલુ છે.
ત્યારે મોરબી તાલુકાના જોધપર (નદી) ગામ મુકામે રસીકરણના પ્રથમ ડોઝ નું ૧૦૦% રસીકરણ આજરોજ પૂર્ણ થયું હતું. ગામના સરપંચ મુકેશભાઈ બરાસરા, ઉપસરપંચ જયેશભાઇ હોથીએ વધુમાં વધુ ગ્રામજનો કોરોના રસી લે તેવા પ્રયત્નો કર્યા હતા. આ રસીકરણ અભિયાનના પ્રથમ ચરણને પાર પાડવા સતત કામગીરી કરી અને સફળ બનાવનાર આરોગ્ય કર્મચારીઓ એવા દિલીપભાઈ દલસાનિયા, પિંકલબેન પરમાર, મકસુદભાઈ સૈયદ, હંસાબેન ઉભડીયા તથા જિલ્લા આરોગ્ય શાખાનો સરપંચ, ઉપસરપંચ અને ગ્રામજનોએ ખાસ આભાર વ્યક્ત કર્યો હતો.
રિપોર્ટ : જયેશ બોખાણી