સુરત માં મેટ્રોના કારણે તિબેટીયન માર્કેટ ક્યાં ભરાશે તે અંગે મુંઝવણ

છેલ્લા 36 વર્ષથી સુરતના ગાંધી બાગ પાછળના ભાગમાં ભરાતું ગરમ કપડાનું ટીબટીયન માર્કેટ આ વર્ષે સુરતમાં ક્યા વિસ્તારમાં થશે તે માટે અનેક અટકળ થઈ રહી છે. વર્ષોથી જે જગ્યાએ માર્કેટ થાય છે ત્યાં મેટ્રોની કામગીરી ચાલે છે તેથી ટીબેટીયન એસો. દ્વારા પાલિકા પાસે નવી જગ્યાની માગણી કરવામાં આવી છે. મેટ્રોની કામગીરીના કારણે ગાંધી બાગ ખાતે મંજુરી નહીં મળતાં હવે આ વર્ષેટીબેટીયન માર્કેટ ક્યાં ભરાશે તે અંગે અનેક અટકળશરૂ થઈ છે. સુરતમાં ગત વર્ષે કોરોનાના કારણે ગરમ કપડાનું એવું ટિબેટીયન માર્કેટ ભરાયું ન હતું પરંતુ આ વર્ષે ટીબેટીયન એસો. દ્વારા સુરતમાં માર્કેટ માટે મંજુરી માગવામાં આવી છે. સુરતમાં 1985થી ટીબેટીયન માર્કેટ ભરાઈ છે અને તેમાં ટીબેટીયન એસો. દ્વારા ગરમ કપડાનું વેચાણ કરવામાં આવે છે. ગત વર્ષે કોરોનના કારણે સુરતમાં મીની લોક ડાઉન ચાલતું હોવાથી અન્ય માર્કેટની જેમટીબેટીયન માર્કેટ પણ બંધ રખાયું હતું. સુરતમાં છેલ્લા 36 વર્ષથી ગરમ કપડાંનો વેપાર કરતાં ટીબેટીયન એસો. દ્વારા કોરોના કાળમાં સુરત મ્યુનિ.ને આર્થિક મદદ પણ કરવામાં આવી હતી.1985થી સુરતના ગાંધી બાગની ખુલ્લી જગ્યામાં ટીબેટીયન માર્કેટ શિયાળામાં શરૂ થાય છે આ વર્ષે પણ ત્યાં જ માર્કેટ શરૂ કરવામા માગણી કરવામાં આવી છે. જોકે, આ જગ્યાએ હાલ મેટ્રોની કામગીરી ચાલી રહી હોવાથી ત્યાં પરવાનગી આપવા માટે ના પાડવામાં આવી છે. જેના કારણે એસો. દ્રારા અઠવાગેટ પાર્ટી પ્લોટની જગ્યાની માગણી કરવામાં આવી છે અને વહેલી મંજુરી મળે તે માટેની રજુઆત પણ થઈ છે.જોકે, એસો. દ્વારા અઠવાગેટ પાર્ટી પ્લોટની માગણી કરવામાં આવી છે તે જગ્યાએ પાલિકા નવરાત્રી દરમિયાન ફુડ ફેસ્ટીવલનું આયોજન કરે છે અને હાલ અનેક કાર્યક્મોને મંજુરી મળતી હોય પાલિકાનો ફુડ ફેસ્ટીવલ થશે તે નક્કી છે તેથી આ જગ્યા પણ ટીબેટીયન એસો.ને નહીં મળે તેવી શક્યાતા છે જેના કારણે આ વર્ષે પાલિકા ટીબેટીયન માર્કેટ માટે ક્યાં જગ્યા ફાળવશે તે અંગે અનેક અટકળ થઈ રહી છે.
રીપોટ સુનિલ ગાંજાવાલા
સુરત