દારૂની હેરાફેરી કરતા દંપતી ને ઝડપી પાડતી ડભોઈ પોલીસ

દારૂની હેરાફેરી કરતા દંપતી ને ઝડપી પાડતી ડભોઈ પોલીસ
ડભોઇ હીરાભાગોળ નજીક આઈ.ટી.આઈ. નજીક થી મોટરસાઇકલ ઉપર દારૂની હેરાફેરી કરતા દંપતી ને ડભોઇ પોલીસે ઝડપી પાડ્યા હતા. ડભોઇ પોલીસ ને બાતમી મળી હતી કે હીરાભાગોળ બહાર એક બાઇક ઉપર દારૂનો જથ્થો ભરી પતી-પત્ની પસાર થઈ રહ્યા છે. જે બાતમીને આધારે ડભોઇ પોલીસે સ્થળ ઉપર રેઈડ કરી બંનેને ઝડપી પાડયા હતા.તેઓ પાસે થી કુલ રૂ.૧,૨૦,૦૦૦નો મુદામાલ કબજે કર્યો હતો. અને કાયદેશર કાર્યવાહી હાથ ધરી છે. આ પતી-પત્ની પોતાના કબજાની પલ્સર બાઈક ઉપર દારૂના જથ્થોની હેરાફેરી કરતા હતા. જેથી ચોક્કસ બાતમી ના આધારે આ બંને કપલને ઝડપી પાડવામાં ડભોઈ પોલીસ સફળ રહી હતી.
તેઓની અંગજડતી કરતા તેઓ પાસેથી ભારતીય બનાવટનો વિદેશી દારૂની પ્લાસ્ટિકની બોટલો નં૧૪૪ જેની કિ.૧૮,૦૦૦, મોબાઈલ નં-૨.જેની કિ. રૂ.૨૦૦૦ અને મોટરસાઇકલ-૧ જેની કિંમત રૂ.૧,૦૦,૦૦૦આમ કુલ મળી રૂ.૧,૨૦,૦૦૦નો મુદામાલ
કબજે કરી બાઇક ચાલક (૧). કિરતાસભાઈ સેલારસિંગ
રાઠવા રહે હબીપૂરા નર્મદા વસાહત,અને બાઈક સવાર (૨).લાલીબેન કિરતાસભાઈ રાઠવા રહે. હબીપૂરા નર્મદા વસાહત નાઓની અટકાયત કરી એવો વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ આ મુજબનો ગુનો નોંધી કાનનૂી કાર્યવાહી હાથ ધરી છે.