પાલનપુર ખાતે સાંસદ નાં અધ્યક્ષતામાં દિશા કમિટીની બેઠક યોજાઈ

પાલનપુર ખાતે સાંસદ નાં અધ્યક્ષતામાં દિશા કમિટીની બેઠક યોજાઈ
Spread the love

પાલનપુર કલેકટર કચેરી ખાતે બનાસકાંઠા જિલ્લાના સાંસદશ્રી પરબભાઇ પટેલના અધ્યક્ષસ્થાને ડિસ્ટ્રીક્ટ ડેવલપમેન્ટ કો. ઓર્ડીનેશન એન્ડ મોનીટરીંગ કમિટી ‘‘દિશા’’ની બેઠક યોજાઇ હતી. જેમાં દિશા અંતર્ગત આવરી લેવાયેલ યોજનાઓની વર્ષ-૨૦૨૧-૨૨ના ૧૫ ઓગષ્ટ-૨૦૨૧ અંતિત કરવામાં આવેલ કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી.
આ પ્રસંગે સાંસદશ્રી પરબતભાઇ પટેલે બેઠકમાં જણાવ્યું કે, ગરીબ માણસને ધ્યાનમાં રાખી કેન્દ્ર અને રાજય સરકારશ્રીની વિવિધ પ્રજા કલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડીએ. તેમણે કહ્યું કે, કેન્દ્ર સરકાર દ્વારા ગામડાઓના સર્વાગી વિકાસ માટે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી મારફત નાણાં ફાળવવામાં આવે છે તેનો લાભ સાચા અને જરૂરીયાતમંદ લાભાર્થીઓને મળે તેની તકેદારી રાખી વિકાસકામો સમયમર્યાદામાં પૂર્ણ કરીએ.
સાંસદશ્રી પરબતભાઇ પટેલે જણાવ્યું કે, અંતરીયાળ કે છેવાડાના વિસ્તારમાં રહેતાં લોકોને સરળતાથી સુખ- સુવિધા પ્રાપ્તા થાય તેવા વિકાસ કામોને પ્રાધાન્ય આપી તે કામો ઝડપથી પૂર્ણ કરીએ. તેમણે કહ્યું કે, લોકોને જરૂરી સુવિધાઓ જેવી કે શિક્ષણ, પીવાનું પાણી, આરોગ્ય, રસ્તા, વીજળી, સિંચાઇ સહિત તમામ સુવિધાઓ આપવા તે વિસ્તારના અગ્રણીઓ અને ગ્રામજનો સાથે સંપર્ક કેળવી ગ્રામજનોના ભલા માટે કામો કરીએ. તેમણે જણાવ્યું કે, કોરોનાની પ્રથમ અને બીજી લહેરમાં પણ આપણે વિકાસકામો અટકવા દીધા નથી અને તંત્રએ લોકોના જીવ બચાવવા પણ ખુબ મહેનત કરી છે જે અભિનંદનને પાત્ર છે. પ્રધાનમંત્રી આવાસ યોજના, ઉજ્જવલા યોજનાઓ સહિતની યોજનાઓનો પ્રચાર- પ્રસાર કરી વધુમાં વધુ લાભાર્થીઓને લાભ આપવા તેમણે અધિકારીઓને જણાવ્યું હતું.
બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્વપ્નીલ ખરેએ અમલીકરણ અધિકારીઓને જણાવ્યું કે, ફાળવેલ લક્ષ્યાંવક પ્રમાણે વિકાસકામો સમય મર્યાદામાં પૂર્ણ કરી જરૂરી સુવિધાઓ ઝડપભેર ઉપલબ્ધ બનાવીએ. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી આર. આઇ. શેખે વિકાસકીય વિગતો રજૂ કરી હતી.
બેઠકમાં મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોજયમેન્ટ ગેરન્ટી સ્કીમ (મનરેગા), દિન દયાલ અંત્યોદય યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામિણ), સ્વચ્છ ભારત મિશન, પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના, સર્વ શિક્ષા અભિયાન, નેશનલ રૂરલ ડ્રિન્કીંગ વોટર પ્રોગ્રામ, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના, પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના, વિધવા પેન્શન, પ્રધાનમંત્રી આવાસ યોજના (અર્બન), બેટી બચાવો બેટી પઢાવો, પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના, કૌશલ વિકાસ યોજના, ડીજીટલ ઇન્ડીયા, આદર્શ ગ્રામ યોજના, સુગમ્ય ભારત, નગરપાલિકા વિસ્તારમાં સ્વચ્છ ભારત મિશન અને સ્માર્ટ સીટી મિશન સહિત વિવિધ યોજનાઓના કરવામાં આવેલ કામગીરીની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી.
આ બેઠકમાં પાટણ જિલ્લાના સાંસદશ્રી ભરતસિંહ ડાભી, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ભૂપતાજી મકવાણા, ધારાસભ્યો સર્વશ્રી મહેશભાઇ પટેલ, શ્રી નથાભાઈ પટેલ, શ્રી શિવાભાઇ ભૂરીયા, શ્રી કાંતિભાઇ ખરાડી, તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ, યુજીવીસીએલના વિશેષ મુખ્ય ઇજનેરશ્રી એલ.એ.ગઢવી સહિત જિલ્લા અમલીકરણ સમિતિના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

રિપોર્ટ:જનકસિહ વાઘેલા
લોકાપર્ણ ન્યૂઝ બનાસકાંઠા

 

👇🏼

👇🏼
YouTube ચેનલના માધ્યમથી ભદ્ર સમાજમાં બનતી તમામ ઘટનાઓ, પ્રસંગોને સૌથી પહેલાં આપના સૌથી પહોંચાડવા માંગીએ છીએ. જેથી કોઈપણ સમાચાર તાત્કાલિક અસરથી આપ જાણી શકો તે માટે આજે જ ગાંધીનગરથી પ્રસિદ્ધ થતાં લોકાર્પણ દૈનિક અખબારની YouTube ચેનલને નીચે આપેલી લીંક દ્વારા SUBSCRIBE 👆🏽 અને Like 👍🏽 અને 🔔 બેલ આઈકોનમાં જઈને All કરવા અનુરોધ છે.

👇🏼
https://www.youtube.com/channel/UCwyrALFi5uFObB_lYbPQhRg/featured

☎️ 📡
લોકાર્પણ YouTube ચેનલમાં જોડાવા
તથા એજન્સી માટે આજે જ સંપર્ક કરો:
ભરતસિંહ રાઠોડ (મો) +91 95744 73777

લોકાર્પણ YouTube ચેનલમાં આપના
સમાચાર-વિડીયો મોકલવા માટે સંપર્ક કરો:

ચિંતનકુમાર શાહ (મો) +91 84011 11947

FB_IMG_1631191615647.jpg

Janaksinh Vaghela

Janaksinh Vaghela

Right Click Disabled!