માણાવદરમાં અનરાધાર સાત ઇંચ વરસાદે પાલિકાના પૂર્વ પ્રમુખ કારીયાના ધરનો ભાગ વિધ્વંશ થયો

માણાવદર તાલુકામાં છેલ્લા બે દિવસથી વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે આ તાલુકાના મોટાભાગના ગામડાઓમાં ૫ થી ૭ ઇંચ જેવો વરસાદ પડ્યો હતો.કાલે પડેલા અનરાધાર સાત ઇંચ વરસાદને કારણે માણાવદર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ છોટુભાઈ કારીયા જેમાં રહેતા હતા તે ઘરનો એક ભાગ કડડભૂસ થઇ ને પડી ગયો છે. મકાન બંધ હોવાથી કોઈ જાતની જાનહાની થઈ નથી
માણાવદરમાં હજી પણ જર્જરિત હાલતમાં ઉભેલા ઘણાં મકાનો છે અમુક તો રસ્તાને કાંઠે આવ્યા છે આવા મકાનો કુદરતી આફતોને કારણે જો ધરાશાયી થાય તો રસ્તે આવતાં જતાં લોકો અકસ્માતનો ભોગ બને તેમ છે આવા મકાનોને વેળાસર રીપેર અથવા પાડી નાખવા પાલિકાએ વારંવાર નોટિસ આપેલ છે પરંતુ તેની અમલવારી મકાન માલિક તરફથી થતી નથી. માણાવદરની તબેલા શેરીમાં આવેલ પૂર્વ પ્રમુખનું મકાન નવી કોઈ દુર્ઘટના સર્જે તે માટે જરૂરી પગલાં લેવા સંબંધિત વિભાગોના અધિકારીઓ આગળ આવી ઘટતું કરવા લોકોની માગણી ઉઠી છે કારણ કે આ મકાન જાહેર રસ્તા ઉપર હોવાથી ત્યાં અવાર- નવાર માણસોની અવરજવર રહે છે
રિપોર્ટ : જીગ્નેશ પટેલ માણાવદર
👇🏼
👇🏼
YouTube ચેનલના માધ્યમથી ભદ્ર સમાજમાં બનતી તમામ ઘટનાઓ, પ્રસંગોને સૌથી પહેલાં આપના સૌથી પહોંચાડવા માંગીએ છીએ. જેથી કોઈપણ સમાચાર તાત્કાલિક અસરથી આપ જાણી શકો તે માટે આજે જ ગાંધીનગરથી પ્રસિદ્ધ થતાં લોકાર્પણ દૈનિક અખબારની YouTube ચેનલને નીચે આપેલી લીંક દ્વારા SUBSCRIBE 👆🏽 અને Like 👍🏽 અને 🔔 બેલ આઈકોનમાં જઈને All કરવા અનુરોધ છે.
👇🏼
https://www.youtube.com/channel/UCwyrALFi5uFObB_lYbPQhRg/featured
☎️ 📡
લોકાર્પણ YouTube ચેનલમાં જોડાવા
તથા એજન્સી માટે આજે જ સંપર્ક કરો:
ભરતસિંહ રાઠોડ (મો) +91 95744 73777
લોકાર્પણ YouTube ચેનલમાં આપના
સમાચાર-વિડીયો મોકલવા માટે સંપર્ક કરો:
ચિંતનકુમાર શાહ (મો) +91 84011 11947