ડભોઇ ગણેશ ચતુર્થી નિમિતે વિદ્યાર્થીઓ પોતાના હાથે બનાવેલ માટી ની ગણપતિ ની મૂર્તિઓ શાળા ખાતે મુકવામાં આવી

ડભોઇ ખાતે આવેલ લેવા પાટીદાર સેવા સમાજ સંચાલિત શ્રી નીરુબેન હીરાભાઈ બાલવાટીકા ખેતીવાડી ઉત્પન્ન સમિતિ પ્રાથમિક શાળા તથા શ્રી આદર્શ માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળા માં ગણેશ ચતુર્થી નિમિતે ઇકો ફ્રેન્ડલી ગણેશજી ની મૂર્તિ ની સ્થાપના કરવામાં આવી હતી.શાળા દ્વારા ઇકોફ્રેન્ડલી મૂર્તિ ની સ્થાપના કરી શાળા દ્વારા ઉદ્દેશ આપવામાં આવ્યો છે કે પી.ઓ.પી થી બનાવેલ મૂર્તિ થી પ્રકૃતિ ને નુકશાન પહોંચાડે છે અને પી.ઓ.પી ની મૂર્તિ વિસર્જન બાદ પાણી ને પ્રદુષિત કરે છે તથા પાણી માં રહેતા જીવો માટે જીવલેણ સાબિત થાય છે.જેથી કરીને સરકાર ની ગાઈડલાઈન મુજબ શાળા દ્વારા ઇકોફ્રેન્ડલી ગણેશજી ની મૂર્તિ ની સ્થાપના કરી સમાજ માં એક સારો સંદેશો આપવામાં આવ્યો હતો.હાલ કોરોના નો વ્યાપ ઘટી રહ્યો છે.
સરકાર ધીરે ધીરે તમામ ક્ષેત્રો માં કોરોના ની ગાઈડલાઈન માં છૂટછાટ આપી રહી છે.શાળા ઓ પણ ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે શરૂ કરવામાં આવી છે પરંતુ હજુ પણ કેટલાક વાલીઓ પોતાના બાળક ને શાળા માં મોકલતા ડર અનુભવે છે.માટે આવા સામાજિક કર્યો થકી શાળા માં એક સુંદર ભયમુક્ત વાતાવરણ ઉભું થાય અને બાળક શાળા માં આવી સામાજિક પ્રવૃતિઓ માં સામેલ થાય અને તેના મન માંથી કોરોના નો ડર દૂર થાય અને તેવા ઉદ્દેશ થી શાળા માં ગણેશજી ની મૂર્તિ ની સ્થાપના કરવામાં આવી હતી.શાળા માં ગણેશજી ની મૂર્તિ ની સ્થાપના સરકાર ની ગાઈડલાઈન મુજબ કરવામાં આવી હતી તથા સોસીયલ ડિસ્ટન્સ નું પાલન કરી સ્થાપના કરી ગણેશ ચતુર્થી નો કાર્યક્રમ ઉજવવામાં આવ્યો હતો જેમાં શાળા ના વિદ્યાર્થીઓ એ પણ પોતાના હાથે બનાવેલ માટી ની ગણપતિ ની મૂર્તિઓ શાળા ખાતે મુકવામાં આવી હતી.અને આવનાર 10 દિવસ સુધી નિયમિત પૂજા અર્ચના કરી ગણેશ ઉત્સવ ઉજવવામાં આવશે.
રિપોર્ટ :- ચિરાગ તમાકુવાલા
👇🏼
YouTube ચેનલના માધ્યમથી ભદ્ર સમાજમાં બનતી તમામ ઘટનાઓ, પ્રસંગોને સૌથી પહેલાં આપના સુધી પહોંચાડવા માંગીએ છીએ. જેથી કોઈપણ સમાચાર તાત્કાલિક અસરથી આપ જાણી શકો તે માટે આજે જ ગાંધીનગરથી પ્રસિદ્ધ થતાં લોકાર્પણ દૈનિક અખબારની YouTube ચેનલને નીચે આપેલી લીંક દ્વારા SUBSCRIBE 👆🏽 અને Like 👍🏽 અને 🔔 બેલ આઈકોનમાં જઈને All કરવા અનુરોધ છે.
👇🏼
https://www.youtube.com/channel/UCwyrALFi5uFObB_lYbPQhRg/featured
☎️ 📡
લોકાર્પણ YouTube ચેનલમાં જોડાવા
તથા એજન્સી માટે આજે જ સંપર્ક કરો:
ભરતસિંહ રાઠોડ (મો) +91 95744 73777
લોકાર્પણ YouTube ચેનલમાં આપના
સમાચાર-વિડીયો મોકલવા માટે સંપર્ક કરો:
ચિંતનકુમાર શાહ (મો) +91 84011 11947