ડભોઇ તાલુકાના મંડાળા હાઇસ્કુલ ખાતે ૭૨માં વનમહોત્સવની ઉજવણી

૭૨ માં વન મહોત્સવ અંતર્ગત ડભોઇ તાલુકાના મંડાળા હાઇસ્કુલ પ્રાંગણમાં વન વિભાગના સહયોગથી તેમજ વૃક્ષારોપણનો કાર્યક્રમ ડભોઇ દર્ભાવતિ ના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાની ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો. હાલમાં કોરોના વાયરસની મહામારી ના સમયે પુષ્કળ પ્રમાણમાં ઓક્સિજન ની અછત સર્જાઇ હતી.જેથી આપણને વૃક્ષોનું મહત્વ આપણને સમજાઈ ગયું કે વૃક્ષો આપણે વધુ વાવવા જોઇએ. તેનું નિકંદન કર્યા પછી જે પરિસ્થિતિ સર્જાઈ છે તે સજાવી ન જોઈએ.આજે સ્વાર્થ ખાતર વૃક્ષોનું છેદન કરવામાં આવે છે, પરંતુ તે જીવની હિંસા બરાબર કહેવાય છે અને જો ના છૂટકે તે કાપવા પડે તો શાસ્ત્રોક્ત વિધિથી તેનું ઉત્થાપન કરીને તેના બદલામાં ચાર ગણા વૃક્ષોનું વાવેતર કરવું પડે. જાણકાર શાસ્ત્રકાર પાસે તેનું વિધિવત્ ઉત્થાપન કરાવવું જોઈએ. વૃક્ષોમાં પણ જીવન છે.
‘જીવન’ શબ્દમાં પણ ‘વન’નું મહત્ત્વ છે. પૂજાવિધિમાં પણ ચોક્કસ પ્રકારનાં પુષ્પ અને યજ્ઞમાં ચોક્કસ પ્રકારનાં વૃક્ષોના કાષ્ઠનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. દરેક વ્યક્તિએ એક વૃક્ષો વાવો જ જોઈએ. વૃક્ષારોપણ કરવું એ ખૂબ જ મહત્ત્વનું છે અને તેની માવજત પણ સમાંતરે કરવી જોઈએ. શૈલેષભાઈ મહેતા જણાવ્યું હતું કે ગ્લોબલવોડ બેંકમાં વૃક્ષોનો ખૂબ જ મહત્વ દર્શાવ્યું છે. આજની પરિસ્થિતિમાં જોઈએ તો વરસાદ પૂરતા પ્રમાણમાં મળતો નથી. ઋતુઓમાં થતી ફેરબદલી એ પણ વૃક્ષો દ્વારા જ થાય છે .તેથી રાજ્ય સરકાર દ્વારા વણીકરણના ભાગરૂપે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ડભોઇ તાલુકા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ ,વડોદરા જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન અશ્વિનભાઇ પટેલ, સામાજિક વનીકરણ રેંજ ઓફિસર તેમજ વિવિધ હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
રીપોર્ટ:- ચિરાગ તમાકુવાલા
YouTube ચેનલના માધ્યમથી ભદ્ર સમાજમાં બનતી તમામ ઘટનાઓ, પ્રસંગોને સૌથી પહેલાં આપના સુધી પહોંચાડવા માંગીએ છીએ. જેથી કોઈપણ સમાચાર તાત્કાલિક અસરથી આપ જાણી શકો તે માટે આજે જ ગાંધીનગરથી પ્રસિદ્ધ થતાં લોકાર્પણ દૈનિક અખબારની YouTube ચેનલને નીચે આપેલી લીંક દ્વારા SUBSCRIBE અને Like
અને
બેલ આઈકોનમાં જઈને All કરવા અનુરોધ છે.
https://www.youtube.com/channel/UCwyrALFi5uFObB_lYbPQhRg/featured
લોકાર્પણ YouTube ચેનલમાં જોડાવા
તથા એજન્સી માટે આજે જ સંપર્ક કરો:
ભરતસિંહ રાઠોડ (મો) +91 95744 73777
લોકાર્પણ YouTube ચેનલમાં આપના
સમાચાર-વિડીયો મોકલવા માટે સંપર્ક કરો:
ચિંતનકુમાર શાહ (મો) +91 84011 11947