ડભોઇ ધારાસભ્ય શૈલેષભાઇ સોટ્ટા ના હસ્તે 2 એમ્બ્યુલન્સ પ્રજા ની સેવા માં મુકવામાં આવી

*ડભોઇ ધારાસભ્ય શૈલેષભાઇ સોટ્ટા ના હસ્તે 2 એમ્બ્યુલન્સ પ્રજા ની સેવા માં મુકવામાં આવી*
સમગ્ર ગુજરાત ભર માં કોરોના ની બીજી લહેરમાં હાહાકાર મચાવ્યો હતો ત્યારે સરકારે દરેક ધારાસભ્યો ને 50 લાખ ની ગ્રાન્ટ આપવામાં આવી હતી જે ગ્રાન્ટ ફક્ત મેડિકલ ને લાગતા સાધનો માં ઉપયોગ કરવો જેમાં ડભોઇ ધારાસભ્ય શૈલેષ મહેતાએ તેમની ગ્રાન્ટ માંથી 1 એમ્બ્યુલન્સ ડભોઇ સી.એસ.સી સેન્ટરમાં તેમજ 1 તાલુકામાં એમ 2 એમ્બ્યુલન્સ આપવામાં આવી હતી જે અંદાજીત 17 લાખ ના ખર્ચે એમ્બ્યુલન્સ તૈયાર કરવામાં આવી હતી જેનું આજે ધારાસભ્ય શૈલેષ મહેતા તેમજ નગરપાલિકા પ્રમુખ કાજલબેન દુલાણી ના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અત્યારે 1 એબ્યુલન્સ તૈયાર કરવામાં આવી છે તેમજ ટુકજ સમય માં બીજી એમ્બ્યુલન્સ તૈયાર થઈ ને આવી જશે. ધારાસભ્ય શૈલેષ મહેતા એ જણાવ્યું હતું કે ડભોઇ નગરમાં એબ્યુલન્સ ની તકલીફ હતી અને 108 પર નિર્ભર રેહવું પડતું હતું તેની તકલીફ દૂર થાય તેવા હેતુ થી આ એબ્યુલન્સ આપવામાં આવી હતી સાથે ત્રીજી લહેર માં તેનો ઉપયોગ ઓછો થાય તેવી પ્રાર્થના કરી હતી.આ પ્રસંગે ડભોઇ નગરપાલિકા પ્રમુખ કાજલબેન દુલાણી,ડભોઇ શહેર મહામંત્રી અમિત સોલંકી,વંદન પંડ્યા,મહિલા મોરચા પ્રમુખ સુક્રીતી તડવી,મંત્રી હિના બેન,પારુલ બેન સોલંકી સહિત નગરપાલિકા કોર્પોરેટર તેમજ ભાજપ ના હોદેદારો ઉપસ્થિત રહયા હતા.
રીપોર્ટ :- ચિરાગ તમકુવાલા ડભોઇ