ડભોઇ નગર માં શાંતિપૂર્ણ રીતે ગણપતિ વિસર્જન ની ઉજવણી

ડભોઇ નગર માં શાંતિપૂર્ણ રીતે ગણપતિ વિસર્જન ની ઉજવણી
Spread the love

ડભોઇ નગર માં શાંતિપૂર્ણ રીતે ગણપતિ વિસર્જન ની ઉજવણી

આજરોજ ડભોઇ નગર માં શાંતિપૂર્ણ રીતે ગણપતિ ની મૂર્તિઓ નું વિસર્જન કરવામાં આવ્યું હતું.સરકારી ગાઈડલાઈન મુજબ સોસીયલ ડિસ્ટન્સ નું પાલન કરી વિસર્જન કરવામાં આવ્યું.વહેલી સવાર થી જ વિસર્જન માટે હીરાભાગોળ ખાતે આવેલ તળાવ પાસે લાંબી કતારો લાગી હતી.ડભોઇ નગર પાલિકા અને ડભોઇ પોલીસ સ્ટાફ ખડે પગે તૈનાત રહી વિસર્જન કરવા આવેલ ભક્તો ને કોઈ પણ પ્રકાર ની તકલીફ ન પડે તેનું પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવ્યું હતું.ડભોઇ નગરપાલિકા દ્વારા વિસર્જન માટે તરપા તેમજ વિસર્જન કરનાર સ્ટાફ ની વ્યવસ્થા કરવામાં આવી હતી.અને પોલિસ સ્ટાફ તથા ડભોઇ નગરપાલિકા ની દેખરેખ તથા સૂચના થી એક પછી એક મૂર્તિઓ નું વિસર્જન શાંતિપૂર્ણ રીતે કરવામાં આવ્યું હતું.સાથે આ વર્ષે સરકારી ગાઈડલાઈન મુજબ માટી ના ગણપતિ અને નાની મૂર્તિ લાવવા માટે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું જે ને માન્ય રાખી ડભોઇ ની ધર્મપ્રેમી જનતા એ જાહેરનામા મુજબ ની મૂર્તિ ની સ્થાપના કર્યા બાદ નાની મૂર્તિ હોવાના કારણે પોતાના વિસ્તાર માં જ પાણી ની મોટી કોઠી તેમજ કુંડ બનાવી ગણેશજી ની મૂર્તિઓ નું વિસર્જન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે ડભોઇ નગરપાલિકા ના ચીફ ઓફિસર એસ.કે.ગરવાલ ડભોઇ નગરપાલિકા પ્રમુખ કાજલબેન દુલાણી,કારોબારી ચેરમેન વિશાલ શાહ,નાણાંપંચ ચેરમેન બીરેન શાહ,ડભોઇ ના પી.આઈ. પરમાર,તેમજ સંપૂર્ણ નગરપાલિકા કર્મચારી સ્ટાફ તથા પોલીસ સ્ટાફ હાજર રહ્યો હતો.

રિપોર્ટ :- ચિરાગ તમાકુવાલા ડભોઇ

IMG-20210919-WA0026.jpg

Avatar

ચિરાગ તમાકુવાલા

Right Click Disabled!