નેહરુ યુવા કેન્દ્ર સુરત દ્વારા હિન્દી પખવાડા દિવસ અંતગર્ત વિભિન્ન કાર્યક્રમો યોજાયા

ભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલયના નેહરુ યુવા કેન્દ્ર સુરત અને સનરાઈજ શિક્ષણ,સ્પોર્ટ્સ અને ચેરીટેબલ ટ્રસ્ટ ઉધનાના સંયુક્ત ઉપક્રમે હિન્દી દિવસની ઉજવણી સહ હિન્દી પખવાડા અંતર્ગત હિન્દી વિષય ઉપર નિબંધ પ્રતિયોગિતામાં દિપીકા શર્મા,પાયલ ગુલ્હાને,સાક્ષી નિવલકર તથા વકૃત્વ સ્પર્ધામાં હર્ષલ ફિરકે , પંકજ સોનોને, દિપીકા શર્મા વિજેતા થયા હતા.
સદર કાર્યક્રમમા પ્રદિપભાઈ શિરસાઠ દ્વારા રાષ્ટ્રભાષા હિન્દીનુ મહત્વ અને ભારત સરકારના દરેક વિભાગોમાં હિન્દી ભાષામાં કામ કરવા માટે આપવામાં આવતું પ્રોત્સાહન વિશે ,નિખિલ ભૂવા દ્વારા હિન્દી દેશનું જોડાણ કરતી સરળ ભાષા,મેહુલ ડોંગા દ્વારા હિન્દી દિવસની ઉજવણી એ આપની ફરજ વગેરે જેવા વિષયો પર ઉપસ્થિતિ યુવાનોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.