માધ્યરાત્રી ના ભારે વરસાદ થી વડિયા ની ભાગોળે આવેલો સાંકરોડી ડેમ ઓવરફ્લો

માધ્યરાત્રી ના ભારે વરસાદ થી વડિયા ની ભાગોળે આવેલો
સાંકરોડી ડેમ ઓવરફ્લો
સાંકરોડા, હનુમાન ખીજડીયા, ચારણીયા ના લોકો ને સિંચાઈ નુ પાણી આપતો ડેમ ઓવરફ્લો થતા ખુશી નો માહોલ
વડિયા
સમગ્ર વડિયા વિસ્તાર માં માધ્યરાત્રી થી મેઘરાજા એ વીજળી ના કડાકા સાથે ધોધમાર વરસાદ ની ઇંનિંગ શરુ કરતા રાત્રી ના સમયે આ વિસ્તાર ના ડેમો ભરાતા જોવા મળ્યા હતા. વડિયા વિસ્તાર માં ત્રણ ઇંચ જેટલો રાત્રી ના વરસાદ વરસતા વડિયા ની ભાગોળે આવેલોસાંકરોડી નદી પરનો સાંકરોડી ડેમ જે વડિયા, ભેસાણ અને જેતપુર તાલુકા ના ત્રિભેટે આવેલો ડેમ છે. તે ઓવરફ્લો થયો હતો.આ ડેમ સાંકરોડા, હનુમાન ખીજડીયા, ચારણીયા, ચારણ સમઢીયાળા સહીત ના ગામો ને સિંચાઈ ની પાણી આપતો હોવાથી ખેડૂતો માં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. આ તકે ડેમ ઓવર ફ્લો થતા સાંકરોડા ગામના સ્થાનિક આગેવાનો ભુપતભાઇ ડેર, બાબુભાઇ વીંછી, બદરૂભાઇ સહીત ના લોકો ડેમ પર પાણી ના વધામણાં કરી ખુશી વ્યક્ત કરી હતી.