વડિયા માં મેઘરાજા ની માધ્યરાત્રી ની જોરદાર ઇંનિંગ,3ઇંચ વરસાદ થી સુરવો ડેમ છલકાયો

વડિયા માં મેઘરાજા ની માધ્યરાત્રી ની જોરદાર ઇંનિંગ,3ઇંચ વરસાદ થી સુરવો ડેમ છલકાયો
રાત્રે 3:30કલાકે ડેમ મહત્તમ સપાટી સુધી ભરાતા ત્રણ દરવાજા 2ફૂટ ખોલાયા
સુરવો નદી બે કાંઠે વહી, લોકો માં હરખ ની હેલી
વડિયા
અમરેલી જિલ્લા ના છેવાડા ના તાલુકા મથક એવા વડિયા માં મધ્યરાત્રી થી મેઘરાજા એ વીજળી ના કડાકા સાથે ધોધમાર વરસાદ વરસાવતા રાત્રી ના કુલ 3ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. આ વરસાદ ના કારણે વડિયા વિસ્તાર ના લોકો ની જીવાદોરી સમાન વડિયા ગામની માધ્યમાંથી પસાર થતી સુરવો નદી પર આવેલો સુરવો ડેમ ઓવર ફ્લો થયો હતો. વડિયા મામલતદાર ઓફિસ ના ફ્લડ કંટ્રોલ વિભાગ ના જણાવ્યા અનુસાર રાત્રી ના 3:30આસપાસ ડેમ માં પાણી ની આવક વધતા ડેમ પૂર્ણ સપાટી પર ભરાતા વડિયા ગ્રામપંચાયત અને વડિયા ફ્લડ કંટ્રોલ દ્વવારા નદી કાંઠે આવેલા નીચાણ વાળા વિસ્તાર ને એલર્ટ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત સુરવો નદી કિનારે આવેલા જેતપુર તાલુકા ના ગામડાઓ ચારણીયા, ચારણ સમઢીયાળા, થાણાગાલોલ માટે જેતપુર વહીવટી તંત્ર ને જાણ કરાઈ એલર્ટ કરવા અને નદીના પટ માં ન જવા સૂચના અપાઈ હતી. વડિયા વિસ્તારના લોકો ની જીવાદોરી સમાન સુરવો ડેમ ઓવર ફ્લો થતા ડેમના ત્રણ દરવાજા બે ફૂટ ખોલવામાં આવતા સુરવો નદી બે કાંઠે વહેતી જોવા મળી હતી. ગામ લોકો પણ વહેલી સવાર થી નદી ના સ્નેહલ બ્રિજ પરથી વહેતી નદીનો નજારો જોવા ઉમટ્યા હતા. સારા વરસાદ થી સુરવો ડેમ ભરાતા સ્થાનિક લોકો અને ખેડૂતો ની પાણી નજ સમસ્યા નો અંત આવતા હરખની હેલી જોવા મળી હતી. નીચાણ વાળા વિસ્તાર ને એલર્ટ કરવામાં સ્થાનિક મામલતદાર ડોડીયા, નાયબ મામલતદાર પટોડિયા, રાહુલભાઈ, સ્થાનિક ઉપ સરપંચ છગનભાઇ સહીત ના લોકો એ માધ્યરાત્રી થી સવાર સુધી જહેમત ઉઠાવી અને લોકો ને સતર્ક કર્યા હતા.