ડભોઇ તાલુકા બુજેઠા થી કરનાળી જતા રોડ પર રેલવે ગરનાળા માં પાણી ભરાતા હાલાકી

ડભોઇ તાલુકા બુજેઠા થી કરનાળી જતા રોડ પર રેલવે ગરનાળા માં પાણી ભરાતા હાલાકી
Spread the love

*ડભોઇ તાલુકા બુજેઠા થી કરનાળી જતા રોડ પર રેલવે ગરનાળા માં પાણી ભરાતા હાલાકી*

ડભોઇ તાલુકા માં બુજેઠા થી કરનાળી રોડ પર બગલીપુરા સ્ટેન્ડ પાસે આવેલ રેલવે ગરનાળા માં પાણી ભરાઈ જતા અવર જવર કરતા ગ્રામજનો ને ખુબ જ મુશ્કેલી નો સામનો કરવો પડી રહ્યો છે.છેલ્લા ઘણા દિવસો થી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે.જેથી પાણી નો નિકાલ ન હોવાના કારણે ગરનાળા માં પાણી ઘેરાતા રસ્તો બ્લોક થવાના કારણે રાહદારીઓ અટવાયી રહ્યા છે.રેલવે દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા સુધી રેલવે લાઇન નિયત સમય માં પુરી કરવા ની ઉતાવળ માં કામગીરી કરી હોવાથી પ્રજા ને તકલીફ પડી રહી છે. બુજેઠા થી કરનાળી જતા બગલીપુરા સ્ટેન્ડ પાસે બનાવવા માં આવેલ ગરનાળા ની વચ્ચો વચ્ચ પાણી નો નિકાલ ન હોવાના કારણે કમર સુધી નું પાણી ભરાઈ જતા ગરનાળુ પસાર કરવું મુશ્કેલ બની જતા ગાડીઓ ની કતારો જોવા મળી હતી.કેટલાક વાહન ચાલકો જીવ ના જોખમે ગરનાળા માં થી પસાર થઈ રહ્યાં હોવાનું પણ જોવા મળ્યું હતું.આ પ્રમાણે તો કઈ કેટલાય ગરનાળા માં પાણી નો નિકાલ ન થતો હોવાની બુમો પડી રહી છે.ગરનાળા બનાવ્યા બાદ રેલવે દ્વારા તેનાથી પડી રહેલી તકલીફ ની કોઈ રજુઆત સાંભળવામાં નથી આવતી છેવટે સ્થાનિક ગ્રામજનો ને હાલાકી વેઠવાનો વારો આવે છે.કરનાળી સ્થિત કુબેર ભંડારી નું મંદિર આવેલું હોવાથી મંદિરે દર્શન કરવા શ્રધ્ધાળુઓ ભારત ભર માં થી આવતા હોય છે. તેઓને આ ગરનાળુ પસાર કરતા મુશ્કેલી પડે છે પરિણામે ટ્રાફિક જામ ના દ્રશ્યો સર્જાય છે.અને બાઇક ચાલકો તો આ ગરનાળુ જીવ ના જોખમે પસાર કરી રહ્યા છે.જેથી સ્થાનિક ગ્રામજનો દ્વારા તંત્ર ને તેમજ રેલવે ને ગરનાળા માં ઘેરાતા પાણી નું નિકાલ કરી કાયમી નિરાકરણ લાવે તેવી રજુઆત કરવામાં આવી હતી.
રીપોર્ટ :- ચિરાગ તમાકુવાલા ડભોઇ

IMG-20210929-WA0009.jpg

Avatar

ચિરાગ તમાકુવાલા

Right Click Disabled!