ભડિયાદ ખાતે ગૌશાળાના લાભાર્થે ‘ભૂચરમોરીનું યુદ્ધ’ નાટકનું આયોજન

નાટકની સાથે કોમિક પણ રજૂ કરાશે
મોરબી : મોરબીમાં ભડિયાદ ખાતે ગૌશાળાના લાભાર્થે ત્રીજા નોરતે ‘ભૂચરમોરીનું યુદ્ધ’ નાટક અને અન્ય એક કોમિકનું આયોજન કરવામાં આવ્યું છે.
ભડિયાદ ગૌશાળાના નિભાવ લાભાર્થે ભંડોળ એકઠું કરવા માટે નવરાત્રી મહોત્સવના ત્રીજા દિવસે એટલે કે તારીખ 9 ઓક્ટોબરના શનિવારે રાત્રે 9-30 કલાકે ભડિયાદ ગૌશાળા સ્વયંસેવક કલાકારમંડળના સહકારથી ભડિયાદમાં ગરબી ચોક ખાતે પ્રેરણાત્મક નાટક ‘ભુચરમોરીનું યુધ્ધ’ રજુ કરવામાં આવશે. આ આયોજન હેઠળ ‘ભુચરમોરીનું યુધ્ધ’ નાટક સાથે કોમીક ‘દિ ઉઠાડીયો દામલે’નું પણ આયોજન કરવામાં આવેલ છે. સમસ્ત ભડિયાદ ગામ તથા બજરંગ ઢોલ-ત્રાસા મંડળના સર્વાંગી સહકારથી ગૌશાળાના સેવાકાર્યને જીવંત રાખવા આ કાર્યક્રમમાં પધારી દાનની સરવાણી વહાવવા માટે ભડિયાદ ગૌશાળા દ્રસ્ટ દ્વારા યાદીમાં જણાવાયું છે.
રીપોર્ટ :- જનક રાજા, મોરબી