મોરબી : ચૂંટણી પ્રચાર સમય પૂર્ણ થયા બાદ મતદાર ક્ષેત્ર સિવાયના રાજકીય કાર્યકર્તાઓને મતદાર ક્ષેત્રમાં રહેવા પર પ્રતિબંધ
મોરબી જિલ્લાની મોરબી તાલુકાની ૨૬-ત્રાજપર-૨ અને હળવદ તાલુકાની ૧૬-રણછોડગઢ તાલુકા પંચાયત મત વિસ્તારની ખાલી પડેલ બેઠકની પેટાચૂંટણીમાં આદર્શ આચારસંહિતાના ચુસ્ત પાલન માટે મોરબીના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી એન.કે. મુછાર દ્વારા જાહેરનામુ બહાર પાડી ચૂંટણી પ્રચાર સમય પૂર્ણ થયા બાદ જે-તે મતદાર ક્ષેત્રના મતદાર સિવાયના રાજકીય કાર્યકર્તાઓએ તાત્કાલીક અસરથી મતદાર ક્ષેત્ર છોડી દેવા અને તે મતદાર ક્ષેત્રમાં ન રહેવા પર આદેશો કર્યા છે.
ચૂંટણી પ્રચારના સમયગાળા દરમિયાન પેટાચૂંટણી મત વિસ્તાર બહારના રાજકીય પદાધિકારીઓ, પક્ષના કાર્યકરો, સરઘસ કાઢનારાઓ, ચૂંટણી પ્રચારકો વગેરે કે જેઓ મતદાર વિભાગની બહારથી આવેલ હોય અને જે તે મતદાર વિભાગના મતદારો ન હોય તેઓએ ચૂંટણી પ્રચારના અંત પછી એટલે કે, તા.૦૧/૧૦/૨૦૨૧ ના સાંજના ૦૬:૦૦ વાગ્યા પછીથી તાત્કાલીકધોરણે પેટાચૂંટણી મતદાન વિસ્તાર છોડી જતા રહેવા જણાવાયું છે. રાજકીય પક્ષના રાજય કક્ષાના ઈન્ચાર્જ પદાધિકારીઓએ રાજયના હેડ કવાર્ટરમાં રોકાવાના હોય તે સ્થળ જાહેર કરવાનું રહેશે, તથા સામાન્ય રીતે રહેઠાણ અને પક્ષના કાર્યાલય વચ્ચે આવક-જાવક કરી શકશે.
અહેવાલઃ- ઘનશ્યામ પેડવા, માહિતી બ્યુરો, મોરબી
રીપોર્ટ :- જનક રાજા, મોરબી