જામનગર જિલ્લા ની 9 જેટલી શાળાઓ સિલ કરવા ફાયર ચીફ નો આદેશ

જામનગર જિલ્લા ની 9 જેટલી શાળાઓ સિલ કરવા ફાયર ચીફ નો આદેશ
Spread the love

જામનગર જિલ્લા ની 9 જેટલી શાળાઓ સિલ કરવા ફાયર ચીફ નો આદેશ : નોટિસો આપ્યા છતાં કોઈ ફાયર સેફ્ટી નું નામ નહિ શાળાઓમાં

અંતે સરકારે ફાયર સેફટીને લઈ કડક વલણ અપનાવ્યું છે. અને સ્પષ્ટ સંકેત આપ્યા છે કે, સ્કૂલ, હોસ્પિટલોમાં અગ્નિસામક વ્યવસ્થાની કમી નહીં ચલાવી લેવાય. આજે જામનગર જિલ્લાની 4 નગરપાલિકાઓમાં ફાયર સેફટી વગરની 9 ખાનગી સ્કૂલોને સીલ કરવા આદેશ કરાયો છે. જાણવા મળે છે કે, વારંવાર નોટિસો આપ્યા બાદ પણ પેધી ગયેલા ખાનગી સ્કૂલના સંચાલકોને વિદ્યાર્થીઓની સુરક્ષા અંગે કંઈ પડી ન હોય તેમ શાળામાં ફાયર સેફટી વસાવતા નહોતા તેથી તંત્રએ આકરું વલણ દાખવતા આ સંચાલકોમાં એનઓસી મેળવવા હડિયાપટ્ટી થઈ પડી છે. આ લિસ્ટમાં ધ્રોલની 3, સિક્કાની 2, જામજોધપુરની 1 અને કાલાવડની 1 ગ્રાન્ટેડ સહિત 3 સ્કૂલોના બિલ્ડીંગને સીલ કરવા રિજીયોનલ ફાયર અધિકારીએ ચીફ ઓફિસરોને હુકમ કર્યો છે.

ગઈકાલે રાજકોટ ઝોન નગરપાલિકાઓના કમિશનર વરુણકુમાર બરંવાલના માર્ગદર્શન હેઠળ રાજકોટ ઝોનના રિજિયોનલ ફાયર ઓફિસર દ્વારા રાજકોટ ઝોનની કુલ 30 નપાઓ પૈકી 19 નગરપાલિકા વિસ્તારની 110 ખાનગી શાળાઓ તથા 16 ખાનગી હોસ્પિટલો કે જેઓએ હાલ સુધી વારંવાર નોટિસો અને સૂચનાઓ આપવા છતાં ફાયર એનઓસી મેળવેલ નથી કે ફાયર સેફ્ટી માટે નિયત કરાયેલા જરૂરી ઇકવિપમેંન્ટ લગાવેલ નથી તેઓને હાઇકોર્ટમાં ચાલી રહેલ ફાયર સેફ્ટી અંગેની રિટ પિટિશન અન્વયે ગુજરાત રાજ્ય ફાયર પ્રિવેંશન એન્ડ લાઈફ સેફટી મેજરસ એકટ -2013 ની કલમ 25 અને 26 તથા પેટા કલમ 1,2 અને 3 ની જોગવાઈઓ મુજબ આ ઈમારતોને સિલ કરવાના હુકમો કરવામાં આવ્યા છે. આર.એફ.ઓ.ના આ હુકમો અન્વયે હવે આ 19 નગરપાલિકાઓના ચીફ ઓફિસરો આ તમામ ઈમારતોને સીલ કરવા તત્કાલ કાર્યવાહી હાથ ધરશે તેવું યાદીમાં જણાવાયું હતું.

જેમાં જામનગર જિલ્લાન ધ્રોલ ખાતે આવેલી ખાનગી સ્કૂલો ધી પટેલ સ્કૂલ, ધ સનરાઈઝ સ્કૂલ અને આહીર ક્ધયા છાત્રાલય સ્કૂલ. કાલાવડની ગ્રાન્ટેડ અર્ધ સરકારી શાળા હિતેશ ઠેસિયા પ્રાથમિક સંકુલ, ખાનગી શાળાઓ દિવ્યજ્યોત વિદ્યાલય અને જે.પી.એસ. સ્કૂલ, સિક્કાની બે પ્રાઇવેટ સ્કૂલ પ્રણવરાજ સ્કૂલ અને શ્રી સોઢા શાળાને સીલ કરવા આદેશ કરાતા ચીફ ઓફિસરોએ કાર્યવાહી હાથ ધરી છે.

ધ્રોલમાં શાળાઓને ત્રણ દિવસની મુદ્દત અપાઈ
ધ્રોલ નગરપાલિકાના ચીફ ઓફિસર ધર્મેશ ગોહેલે સાંજ સમાચારને જણાવ્યું હતું કે, હાલ ધ્રોલ ખાતેની ધ સનરાઈઝ સ્કૂલમાં ફાયર સેફટીના સાધનોની વ્યવસ્થા નિયમ મુજબ થઈ ચૂકી છે અને તેઓએ એનઓસી મેળવવા અરજી કરી છે. ધી પટેલ સ્કૂલની પણ એવી જ સ્થિતિ છે ત્યાં ફક્ત અગ્નિસામક વ્યવસ્થા ચકાસવાની છે. આહીર ક્ધયા છાત્રાલયમાં પણ ફાયર સેફટીના સાધનો લાગી ચુક્યા છે તેમના તરફથી એનઓસી મેળવવા ફક્ત અરજી કરવાની બાકી છે. આ અંગે ફાયર ઓફિસરનું ધ્યાન દોરી દેવામાં આવ્યું છે. અમારી પ્રાથમિકતા તમામ સ્કૂલોમાં નિયમ મુજબ ફાયર સેફટીની વ્યવસ્થા સુનિશ્ચિત કરવાની છે, કોઈ સ્કૂલને હેરાનગતિ થાય તેવો અમારી કામગીરીનો હેતુ નથી જેથી કાગળકીય પ્રક્રિયા જ બાકી હોય આવી શાળાઓને ત્રણ દિવસની મુદ્દત અપાઈ છે.

images-3-22.jpeg

Admin

Kapil Methwani

9909969099
Right Click Disabled!