મોરબીમાં પેટા ચૂંટણીના મતદાન મથકોના 100 મીટરમાં અનઅધિકૃત વ્યકિતઓનો પ્રવેશ બંધ

મોરબીમાં પેટા ચૂંટણીના મતદાન મથકોના 100 મીટરમાં અનઅધિકૃત વ્યકિતઓનો પ્રવેશ બંધ
Spread the love

મોરબી જિલ્લાની મોરબી તાલુકાની 26-ત્રાજપર-2 અને હળવદ તાલુકાની 16-રણછોડગઢ તાલુકા પંચાયત મત વિસ્તારની ખાલી પડેલ બેઠકની પેટાચૂંટણીને ધ્યાને લઇ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, એન.કે. મુછાર દ્વારા જાહેરનામુ બહાર પાડી તા.3-10-21 ના રોજ ચૂંટણી માટેના મતદાન મથકો તેમજ તેની આસપાસના 100 મીટરના વિસ્તારમાં કોઈપણ અનઅધિકૃત વ્યકિતઓને એકત્રિત થવા કે મતદાન મથકમાં પ્રવેશવા કે વાહનો લઈ જવા કે લાવવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

પેટાચૂંટણીમાં આદર્શ આચારસંહિતાના અમલીકરણ હેતુ મતદાનના દિવસે મતદાન બૂથની આસપાસ નિવારક પગલાં લેવા માટે હુકમો જારી કર્યા છે. જાહેરનામા અનુસાર મતદાનના દિવસે મતદાન મથકની 200 મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં ચૂંટણી માટે બુથ ઉભા કરી શકાશે નહીં તેમજ મતદાન મથકની 100 મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં અંદર કે આસપાસ કોઇપણ વ્યક્તિ સેલ્યુલર ફોન, કોર્ડલેસ ફોન, વાયરલેસ સેટ કે સંદેશાવ્યવહારના અન્ય કોઇ ઉપકરણો લઇને જઇ શકશે નહીં. મતદાન મથકની 100 મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં કોઇપણ અનઅધિકૃત વ્યકિતઓ એકત્રિત થશે નહીં.
અહેવાલ : ઘનશ્યામ પેડવા, માહિતી બ્યુરો, મોરબી

રીપોર્ટ :- જનક રાજા, મોરબી

PicsArt_09-29-08.23.15.jpg

Janak Raja

Janak Raja

Right Click Disabled!