અમરેલી જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ના ચેરમેન દ્વારા મુખ્યમંત્રી શ્રી ને પત્ર પાઠવવા માં આવ્યો

અમરેલી જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ના ચેરમેન દ્વારા મુખ્યમંત્રી શ્રી ને પત્ર પાઠવ વા માં આવ્યો
હાલ માં લીલીયા અને સાવરકુંડલા તાલુકા માં છેલ્લા બે દિવસ થી સતત વરસાદ અંદાજે સાત થી આઠ ઈંચ પડેલ છે અને લીલીયા તાલુકા ના ગામો માં ધારી બગસરા અમરેલી બાબરા લાઠી દામનગર તથા અન્ય ઉપરવાસ ની નદીઓ માંથી ખુબજ પાણી આવેલ હોય જેના કારણે મોટા ભાગના ગામો ના ખેતર માં પુરના પાણી ફરી વળ્યાં હોય અને સતત વરસાદ થી ખેડૂતો ના તમામ પાકો ૧૦૦% ટકા નિષફળ ગયેલ હોય નાશ પામેલ હોય તો તાત્કાલિક ધોરણે લીલીયા તથા સાવરકુંડલા તાલુકા ને અતિવૃષ્ટિ જાહેર કરી તાત્કાલિક અધિકારી ઓ દ્વારા સર્વે કરાવી ખેડૂતોને થયેલા આર્થિક નુકશાન નું વળતર જાહેર કરવા માં આવે તેવી માં.મુખ્યમંત્રી શ્રી ને પત્ર પાઠવી વિનંતી કરવા માં આવેલ
રિપોર્ટ : ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા