રાજકોટ ભાવનગર હાઈવે રોડ પર આવેલ પોલીસ સ્ટેશન સામે મશ મોટા ખાડાઓ પડયા

બાબરા રાજકોટ ભાવનગર હાઈવે રોડ પર આવેલું પોલીસ ટેસન સામે મશ મોટા ખાડાઓ પડીગયા છે
બાબરા રાજકોટ ભાવનગર હાઈવે રોડ પર આવેલું પોલીસ ટેસન પાસે છેલ્લા ઘણા સમયથી ફુટ- ફુટ ના ખાડાઓ પડીગયા હોવાથી વાહન ચાલકો તો ઠીક રાહદારીઓ પણ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. વરસાદ ને કારણે ખાડાઓમાં પાણી ભરાયેલું હોવાથી નાના વાહનચાલકોને અકસ્માત નો ડર સતાવી રહ્યો છે. આ માર્ગ પર એટલા ખાડાઓ છે કે, રસ્તાઓ પર ખાડા છે કે ખાડામાં રસ્તો છે તે લોકો નક્કી કરી શકતા નથી. થોડા દિવસો પહેલા આ ખાડાઓ પર તંત્રએ મોરમ નાખવાનું શરૂ કરતા વાહનચાલકોને હાશકારો થયો હતો પરંતુ થોડા ખાડાઓ જ બુરવામાં આવતા વાહનચાલકોને સમસ્યા ઠેર ની ઠેર રહી. તંત્રએ ખાડાઓ બુરવામા પણ કંજુસાઈ દાખવતા તંત્રની કામગીરી સામે લોકોમાં ભારે રોષ ફેલાયો છે.
રિપોર્ટ:- હિરેન ચૌહાણ બાબરા