જામનગર ના 20 વર્ષીય યુવક ને વીજ આંચકો લાગતાં મોત ને ભેટ્યો

જામનગરના બેડી નાકા પાસે આવેલી વાળંદ શેરી નજીક રહેતા એક વિપ્ર યુવાનને આજે કોઈ રીતે વીજ આંચકો લાગતા આ યુવાનનું મૃત્યુ નિપજયું છે.
જામનગરના બેડી નાકા વિસ્તારમાં આવેલી સ્વામીનારાયણ મંદિરવાળી શેરીમાં વાળંદવાળા પાસે રહેતા શ્યામભાઈ બિપીનભાઈ ભટ્ટ (ઉ.વ.૨૦) નામના યુવાનને આજે બપોરે તેમના ઘરે કોઈ રીતે વીજ આંચકો લાગ્યો હતો.
બનાવની ૧૦૮ને જાણ કરાતા એમ્બ્યુલન્સ દોડી ગઈ હતી. આ યુવાનને સારવારમાં ખસેડવાની કરાઈ રહેલી તજવીજ વચ્ચે આ યુવાનને મૃત્યુ પામેલા જાહેર કરવામાં આવ્યા હતા. આ બનાવની પોલીસને જાણ કરાઈ છે.