જામનગરના એસ.ટી ડેપો માં ચાલતા વેપાર ધંધા ખારના કારણે વેપારી પર ત્રણ શખ્સો દ્વારા હુમલો

જામનગરના એસ.ટી ડેપો પાસે એક યુવાન પર હુમલો કરવામાં આવ્યો હતો દરમિયાનમાં આ અંગે ત્રણ શખ્સો સામે ફરિયાદ કરવામાં આવી છે ધંધાખારના કારણે અન્ય દુકાનદાર સહિત ત્રણ શખ્સોએ પાઈપ મારીને ધમકી આપી હતી.
જામનગર શહેરના એસટી ડેપો સામે આવેલ હોસ્પિટલ વાળી ગલીમાં વૈભવ એપાર્ટમેન્ટ બ્લોક નંબર 4 માં રહેતા વિજયસિંહ દેવુભા રાઠોડ ઉમર વર્ષ 39 નામના યુવાનની દુકાન બસ સ્ટેન્ડ માં આવેલી હોય અને તે દુકાન હાલમાં સારી રીતે ચાલતી હોય જ્યારે આરોપીની દુકાનમાં વેપાર થતો ન હોય જે બાબતનો ખાર રાખીને તારીખ 14 ના રાત્રિના સુમારે એસટી ડેપો નજીક આરોપીઓએ ઉશ્કેરાઈને પાઇપ વડે હુમલો કરી વિજય સિંહને પગમાં ફેક્ચર અને મૂઢ માર મારી અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી દીધી હતી .
ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો દરમિયાનમાં વિજયસિંહ રાઠોડ દ્વારા ગઈકાલે સીટી-એ ડિવિઝનમાં જામનગરના ઋષિરાજસિંહ હેમતસિંહ ગોહિલ, અભિરાજસિંહ હેમતસિંહ ગોહિલ અને એક અજાણ્યા ઇસમ સામે આઇ.પી.સી કલમ 325, 323, 504, 506 (2), 135 (1) મુજબ ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદના આધારે આગળની તપાસ પીએસઆઈ ગુસાઈ ચલાવી રહ્યા છે.