અમદાવાદ યુગ શક્તિ ગાયત્રી પરિવાર મંત્ર જાપ લેખન પૂર્ણાંહુતી

અમદાવાદ યુગ શક્તિ ગાયત્રી પરિવાર મંત્ર જાપ લેખન પૂર્ણાંહુતી પ્રસંગે વ્યસન મુક્તિ વૃક્ષારોપણ અન્નદાન જ્ઞાનદાન સંકલ્પ પ્રતિજ્ઞા લેવાય
અમદાવાદ યુગ શક્તિ ગાયત્રી ટ્રસ્ટ નારણપુરા દ્વારા આસો નવરાત્રી ગાયત્રી મંત્ર જાપ, લેખન અને ગાયત્રી ચાલીસા પાઠના અનુષ્ઠાનની પૂર્ણાહૂતિ નિમિત્તે તા.૧૭-૧૦-૨૦૨૧ રવિવારે સવારે ૮-૦૦ થી ૧૨-૦૦ દરમ્યાનમાં સિંદૂર પાર્ટી પ્લોટ પ્રગતિનગર,નારણપુરા ખાતે ૨૪ કુંડી ગાયત્રી મહાયજ્ઞમાં અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિ કુંજ હરિદ્વારની પ્રેરણા- આદેશાનુસાર વાતાવરણ શુદ્ધિકરણ, સ્વાસ્થય સંવર્ધન પ્રાણી માત્ર નું કલ્યાણ,કોરાના મહામારીનું શમન થાય તેવા સદ્ ભાવનાથી ગાયત્રી મંત્ર, મહામૃત્યુંજયમંત્ર, કોરાનાનું શમન થાય અને કોરોનામાં દિવંગત થયેલાઓને સદ્ ગતિ શાંતિના મંત્રોચ્ચારની સાથે ઔષધીય ગુણોથી યુક્ત હવન સામગ્રી વડે આહુતિઓ પ્રદાન કરાઈ હતી તેમજ લાયન્સ કલબ ઓફ જોધપુર હીલના સહયોગથી નિ:શુલ્ક વિવિધ રોગ નિદાન શિબિરનું આયોજન કરાયું હતું જેમાં નવરંગપુરા મ્યુ.કાઉન્સીલર આશાબેન બ્રહ્મભટ્ટ તેમજ ન્યુઝ ૯ ઇન્ડિયા ડીરેકટર શ્રી વિનોદભાઈ મોદી અને લાયન્સ ક્લબના પ્રમુખ હોદ્દેદારો ગાયત્રી પરિવારના સાધકો પરિવારજનો તેમજ ૪૦૦ જેટલી સંખ્યામાં શ્રદ્ધાળુઓની ઉપસ્થિત રહ્યા હતાં અને ૪૦ જેટલા જરૂરીયાતમંદ લોકોને અનાજ કીટ વિતરણ,અને હાજર રહેલાં સૌને નિ:શુલ્ક માસ્ક, ગાયત્રી મંત્ર લેખન નોટબુક, ગાયત્રી ચાલીસા બલિવૈશ્વયજ્ઞ કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું યજ્ઞના અંતે સૌએ ભોજન-પ્રસાદ ગ્રહણ કરી પ્રસન્નતા ધન્યતા અનુભવી હતી યજ્ઞમાં હાજર રહેલા સૌ શ્રધ્ધાળુઓને વ્યસન મુક્તિ, વૃક્ષારોપણ,અન્નદાન, જ્ઞાનદાન, જેવાં સદ્ કાર્ય કરવાના સંકલ્પ-પ્રેરણા પત્ર ભરી સંકલ્પિત થવા ગાયત્રી પરિવાર નારણપુરા દ્વારા પ્રેરિત કરવામાં આવ્યાં હતાં
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા