દામનગર ગાયત્રી મંદિર ખાતે બુધવારે સિનિયર સીટીઝન આયોજિત નેત્રયજ્ઞ યોજાશે

દામનગર ગાયત્રી મંદિર ખાતે બુધવારે સિનિયર સીટીઝન ટ્રસ્ટ ભુરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ ના સયુંકત ઉપક્રમે સંત શ્રી રણછોડદાસ બાપુ ટ્રસ્ટ ની હોસ્પિટલ નો નેત્રયજ્ઞ યોજાશે
દામનગર ગાયત્રી મંદિર ખાતે સિનિયર સીટીઝન ટ્રસ્ટ શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ ના સયુંકત ઉપક્રમે તા૨૭/૧૦/૨૧ ને બુધવાર ના રોજ સમય સવાર ના ૯-૩૦ થી બપોર ના ૧૨-૩૦ નેત્રયજ્ઞ યોજાશે રાજકોટ સંત શ્રી રણછોડદાસ બાપુ ટ્રસ્ટ હોસ્પિટલ ના તબીબો ના સહયોગ થી નેત્રયજ્ઞ માં આંખ ને લગતા તમામ રોગ ની તપાસ સારવાર નેત્રમણી આરોપણ સંપૂર્ણ વિના મૂલ્યે અતિ અદ્યતન ટેકનોલોજી ધરાવતી સંત શ્રો રણછોડદાસ બાપુ ટ્રસ્ટ હોસ્પિટલ ના તબીબો દ્વારા નેત્રયજ્ઞ માં સેવા આપવા માં આવશે મોતિયા ના દર્દી નારાયણો ને રહેવા જમવા શુદ્ધ ધી નો શિરો અલ્પહાર ચશ્મા દવા ટીપાં બેન્કેટ ધાબળો સંપૂર્ણ મફત આપવા માં આવશે કોવિડ ૧૯ ના ચુસ્ત પાલન સાથે આ કેમ્પ માં આવનાર દર્દી નારાયણો એ પાલન કરવા નું રહેશે દામનગર શહેરી અને ગ્રામ્ય વિસ્તારો ના જરૂરિયાત મંદ દર્દી નારાયણો આ સેવા નો લાભ મેળવે તેવો અનોરોધ કરતા આયોજકો
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા