મોરબી પ્રધાનમંત્રી આવાસ યોજના સોસાયટીમાં ઈદે મિલાદની ઉજવણી

પેગંબર સાહેબનાં જન્મદિવસની 15 કિલોની કેક કટીંગ કરી કરાઈ ઉજવણી
મોરબી : મોરબીનાં પ્રધાનમંત્રી આવાસ યોજના સોસાયટીમાં કોમી એકતા સાથે પેગંબર સાહેબનાં જન્મદિવસ નિમિત્તે 15 કિલોનો કેક કટીંગ કરી ઈદે મિલાદની ઉજવણી કરવામાં આવી હતી.
પ્રધાનમંત્રી આવાસ યોજના સોસાયટીમાં હિન્દુ મુસ્લિમ બિરાદરો દ્વારા ઈસ્લામ ધર્મના મહાન પેગંબર મોહમ્મદ સાહેબનાં ઈદે મિલાદુન નબીનાં પવિત્ર તહેવાર નિમિત્તે મોહમ્મદ સાહેબનાં જન્મદિવસની કેક કાપી ને ઉજવણી કરવામાં આવી રાજ્ય સરકારની ગાઇડ લાઇન નું ચુસ્ત પણે અમલ કરીને સાદાઇ પૂર્વક હિન્દુ મુસ્લિમ બિરાદરોએ 15 કિલોની કેક કાપીને ઈદે મિલાદની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી
રીપોર્ટ :- જનક રાજા, મોરબી