આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત રાણપુર તાલુકાનો બી.આર.સી કક્ષાનો કલા ઉત્સવ યોજાયો

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગતરાણપુર તાલુકાનો બી.આર.સી કક્ષાનો કલા ઉત્સવ યોજાયો,જુદા જુદા ચાર વિભાગમાં સ્પર્ધકોએ પોતાની કલાનું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યુ..
નિબંધમાં ખસ કન્યાશાળા, વક્તૃત્વમાં અલાઉ પ્રા.શાળા,ચિત્રમાં ધારપીપળા પ્રા.શાળા અને કાવ્યગાનમાં અલાઉ પ્રા.શાળા વિજેતા થયેલ જેઓ આગામી દિવસોમાં જિલ્લાકક્ષાએ તાલુકાનું પ્રતિનિધિત્વ કરવા જશે
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત જી.સી.ઈ.આર.ટી.ગાંધીનગર, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભાવનગર અને બી.આર.સી. ભવન રાણપુર દ્વારા આયોજીત બી.આર.સી કક્ષાના કલા ઉત્સવ 2021 નું આયોજન બી.આર.સી ભવન ખાતે કરવામાં આવ્યુ હતુ.કાર્યક્રમની શરુઆત કશ્મીરમાં શહીદ થયેલ ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના વીર શહીદ પરમાર હરીશસિંહ રાધેસિંહને શ્રધ્ધાંજલી આપવામાં આવેલ. બી.આર.સી કક્ષાના કલા ઉત્સવ પહેલા સી.આર.સી કક્ષાએ સ્થાનિક સ્વાતંત્ર્ય સેનાનીઓના કાર્યો ઉપર નિબંધ, વક્તૃત્વ અને ચિત્ર સ્પર્ધા તેમજ કવિશ્રી ઝવેરચંદ મેઘાણી રચિત કાવ્યોનુ કાવ્યગાનની સ્પર્ધા યોજાયેલ જેમા પ્રથમ ક્રમાંક મેળવનાર સ્પર્ધકોની બી.આર.સી કક્ષાએ તંદુરસ્ત સ્પર્ધાનું ખૂબ સરસ આયોજન થયેલ.આ કલા ઉત્સવમાં જુદા જુદા ચાર ક્લસ્ટર માથી કુલ ચાર વિભાગમાં 16 સ્પર્ધકોએ ભાગ લઈને પોતાની કલાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરેલ. નિબંધમાં ખસ કન્યાશાળા, વક્તૃત્વમાં અલાઉ પ્રા.શાળા,ચિત્રમાં ધારપીપળા પ્રા.શાળા અને કાવ્યગાનમાં અલાઉ પ્રા.શાળા વિજેતા થયેલ જેઓ આગામી દિવસોમાં જિલ્લાકક્ષાએ તાલુકાનું પ્રતિનિધિત્વ કરવા જશે. પ્રથમ,દ્રિતિય અને તૃતીય નંબર મેળવનાર ને રૂ.500,300,200 ના પુરસ્કાર ઉપરાંત ભાગ લીધેલ તમામ સ્પર્ધકોને શૈક્ષણિક કીટ આપવામાં આવેલ જેમાં રાણપુર તા.પ્રા.શિ.સંઘ તરફથી ફુલસ્કેપ અને પેન, રાણપુર તા.પ્રા.શૈ.સંઘ તરફથી પેડ,સમગ્રશિક્ષા રાણપુર તરફથી ફુલસ્કેપ,રાણપુર તા.પ્રા.શિ.સ.મંડળી તરફથી માર્ગદર્શક શિક્ષકો માટે એક એક પેન મળેલ.વિજેતા બાદ બાકી રહેલ સ્પર્ધકોને પણ સમગ્રશિક્ષા તરફથી રૂ.100 પ્રોત્સાહિત ભેટ આપવામાં આવેલ તેમજ તમામ માટે પૌષ્ટિક અલ્પાહારની પણ વ્યવસ્થા કરવામાં આવખલ.આ તકે બાળકોને પ્રોત્સાહિત કરવાં રાણપુર તાલુકાના કેળવણી નિરીક્ષક કરણસિંહ લીંબોલા,રાણપુર તા.પ્રા.સંઘ અને રાણપુર તા.પ્રા.શિ.સ.મંડળીના પ્રમુખ મહોબતસિંહ ચાવડા,રાણપુર તા.પ્રા.શૈક્ષિક સંઘના પ્રમુખ કેશુભાઈ જોગરાણા, રાણપુર તા.પ્રા.શિ.સંઘના મહામંત્રી હસમુખભાઈ પટેલ, રાણપુર તા.પ્રા.શૈક્ષિક સંઘના મહામંત્રી પ્રભાતસિંહ સોલંકી ઉપસ્થિત રહ્યાં હતા.બી.આર.સી કક્ષાના કલા ઉત્સવનું આયોજન સમગ્રશિક્ષા રાણપુર દ્વારા થયું હતું.તાલુકાના તમામ સી.આર.સીઓ તેમજ બી.આર.સી આર.એસ.રાઠોડ દ્વારા કલા ઉત્સવને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી…
રિપોર્ટ -વિપુલ લુહાર,રાણપુર