ડભોઇ ના શીતળાઈ તળાવ પાસે પારાવાર ગંદકીનું સામ્રાજ્ય -વારંવાર રજૂઆતો કરવા છતાં પાલિકા તંત્ર ઘોર નિંદ્રામાં

ડભોઇ ના શીતળાઈ તળાવ પાસે પારાવાર ગંદકીનું સામ્રાજ્ય -વારંવાર રજૂઆતો કરવા છતાં પાલિકા તંત્ર ઘોર નિંદ્રામાં
Spread the love

” ડભોઇ નગર ના શીતળાઈ તળાવ પાસે પારાવાર ગંદકીનું સામ્રાજ્ય -વારંવાર રજૂઆતો કરવા છતાં પાલિકા તંત્ર ઘોર નિંદ્રામાં”

ડભોઇ દર્ભાવતિ નગરીમાં અંતિમ ક્રિયા વિધિ કરવા માટે નાંદોદી ભાગોળ પાસે આવેલ શીતળાઇ તળાવમાં તેમજ તેની આસપાસ માં પારાવાર ગંદકીનું સામ્રાજ્ય ધમધમી રહ્યું છે. એમ જ આ જ વિસ્તારમાં ઘાંચી સમાજ નું કબ્રસ્તાન અને જૈન ધર્મનો દેરાસર પણ આવેલું છે. જો આવા ધાર્મિક વિધિ માટે જવાના માર્ગ ઉપર આવી પારાવાર ગંદકી જોવા મળતી હોય અને ડભોઈ નગર પાલિકાનું તંત્રને વારંવાર રજૂઆતો કરવા છતાં ઘોર નિદ્રામાં બેઠું હોય તો તે પાલિકાના વહીવટી તંત્રને શરમજનક થઈ પડે તેમ છે. આ માર્ગ વેરાઈ માતા વસાહત ને જોડતો માર્ગ છે આ વસાહતના લોકો આ માર્ગે ડભોઇ આવવા માટે ઉપયોગ કરતા હોય છે ત્યારે આ માર્ગ ઉપરથી પસાર થતી વેળાએ પારાવાર ગંદકી નો સામનો કરવો પડે છે. આ માર્ગ આ માર્ગ ઉપર નગરપાલિકા કચરા પેટીઓ પણ મૂકી છે.પરંતુ આ કચરાપેટીઓ સડી ગયેલી હાલતમાં હોવાને કારણે કચરાપેટીમાંથી કચરો પણ બહાર સુધી વેરાઈ જાય છે ત્યાં સુધી પાલિકાનું તંત્ર આંખે પાટા બાંધીને બેસી રહે છે. એટલું જ નહીં પરંતુ આવી રહેલા કચરાને જાનવરો દ્વારા રફેદફે કરી ને ગંદકીમાં વધારો કરતા જોવા મળે છે.
હાલમાં સરકાર શ્રી દ્વારા ઢાલનગર અને મોડેલ ફોર્મ ની વચ્ચે કમ્પોઝ બનાવવામાં આવેલ છે પરંતુ નગરનો કચરો કમ્પોઝ માં નાખવાની જગ્યાએ આ કચરાપેટીમાં ઠાલવવામાં આવે છે. જેના અનગઢ વહીવટને કારણે ડભોઇ નગરની પ્રજા ને આ ગંદકી નો સામનો કરવો પડે છે . ડભોઇ નગરપાલિકાના સેવક અજયભાઈ રાઠવા દ્વારા વારંવાર પાલિકા તંત્રને આ બાબતે રજૂઆતો કરવામાં આવી છે પરંતુ આ વહીવટીતંત્ર કોના ઇશારે વહીવટ કરી રહ્યું છે તે જણાઈ આવતું નથી અને તેનો ભોગ પ્રજાજનો ભોગવી રહી છે. માટે વેરાઈ માતા વસાહત અને આસપાસના રહીશોએ ડભોઇ નગરપાલિકાના સત્તાધીશ અધિકારી ચીફ ઓફિસર ને આ બાબતે રૂબરૂ માં અને લેખિતમાં રજૂઆત કરી છે અને કહ્યું છે કે સવેડા આ કચરો ઉપાડવા માં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન પણ કરીશું.
રીપોર્ટ:- ચિરાગ તમાકુવાલા ડભોઇ

IMG-20211019-WA0039.jpg

Avatar

ચિરાગ તમાકુવાલા

Right Click Disabled!