રાણપુર પાસે આવેલ શ્રીજીવિદ્યાધામ ગુરુકુલ ખાતે શરદપૂર્ણિમા ઉત્સવની ભવ્યરીતે ઉજવણી કરવામાં આવી..

રાણપુર પાસે આવેલ શ્રીજીવિદ્યાધામ ગુરુકુલ ખાતે શરદપૂર્ણિમા ઉત્સવની ભવ્યરીતે ઉજવણી કરવામાં આવી..
ગુરૂકુળના વિદ્યાર્થીઓ દ્વારા ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ, તેજસ્વી વિદ્યાર્થીઓનું સંતો દ્વારા સન્માન, સમૂહ રાસોત્સવ, તલવારબાજી, તેમજ સંતોના આશીર્વચનો વગેરે વિવિધ કૃતિઓ રજુ કરી હતી..
બોટાદ જીલ્લાના રાણપુર પાસે લીમડી-રાણપુર રોડ પર આવેલ શ્રીજી વિદ્યાધામ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ ખાતે શરદપુનમનો ભવ્ય ઉત્સવ ઉજવાયો હતો. શરદ પૂર્ણિમા એટલે આસો માસની પૂર્ણિમાનો દિવસ. જેમાં ચંદ્ર સોળેય કળાયે ખીલે છે અને રાત્રીએ જેમ ભગવાન શ્રીકૃષ્ણ ગોપીઓની સાથે વૃંદાવનમાં રાસ રમ્યા અને ભગવાન સ્વામિનારાયણ પણ સંતો ભક્તોની સાથે પંચાળામાં રાસ રમ્યા એ જ પરંપરા મુજબ સ્વામિનારાયણ સંપ્રદાયમાં શરદપુર્ણિમાં ઉત્સવ ઉજવાય છે.આ શરદપૂર્ણિમા ઉત્સવમાં રાણપુર, ચુડા, કરમડ, ભૃગુપુર, વેજલકા, જોબાળા, છત્રીયાળા, બોડીયા, હડમતાળા, છલાળા, બલાળા, નાગનેશ વગેરે ગામોમાંથી મોટી સંખ્યામાં હરિભક્તો,વાલીઓ તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.ઉત્સવમાં વિદ્યાર્થીઓ દ્વારા ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ, તેજસ્વી વિદ્યાર્થીઓનું સંતો દ્વારા સન્માન, સમૂહ રાસોત્સવ, તલવારબાજી, તેમજ સંતોના આશીર્વચનો વગેરે વિવિધ કૃતિઓ રજુ કરી વિદ્યાર્થીઓએ સૌને આનંદ કરાવ્યો હતો.કાર્યક્રમ ના અંતમાં ગુરુકુળના સંચાલક પૂજ્ય શ્રીજી સ્વરૂપ સ્વામીએ આશીર્વાદ પાઠવ્યા હતા અને યજમાન એવા મયુરભાઈ- ભારસર(કચ્છ) અને રાણપુરના પ્રકાશભાઈ સોનીના સુપુત્ર હરિભાઈ સોની ને સન્માનિત કરી બિરદાવ્યા હતા.દિવ્ય મહા આરતી તેમજ ઉત્સવ પૂર્ણ થયે સૌ ભક્તોએ દૂધ પૌવાનો પ્રસાદ લીધો હતો. અને ખૂબ જ આનંદ સાથે શ્રીજી વિદ્યાધામ સ્વામિનારાયણ ગુરૂકુળ ખાતે શરદપૂર્ણિમાં ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી..
રિપોર્ટ-વિપુલ લુહાર,રાણપુર