જામનગર મા દારૂના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડતી સીટી-સી ડિવિઝન પોલીસ

જામનગરમાં ખોડિયાર કોલોની વિસ્તારમાં કામદાર કોલોનીમાં એક મકાનમાં દરોડો પાડી એક સખ્સને 52 બોટલ દારૂ સાથે પકડી પાડયો છે. પોલીસ પૂછપરછમાં એક શખ્સની સંડોવણી ખુલતા પોલીસે તેને ફરાર જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જામનગરમાં ખોડીયાર કોલોની, કામદાર કોલોની શેરી નં.6ની પાછળ ગુરુમુખદાસ ઉર્ફે મનોજભાઇ મોતીલાલ દામા નામનો સખ્સ દારૂનો ધંધો કરતો હોવાની સીટી સી ડીવીજન પોલીસને હકીકત મળી હતી જેના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન પોલીસે ઘરની તલાસી લેતા અંદરથી રૂપિયા 26 હજારની કીમતનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે આરોપીની દારૂના જથ્થા સાથે ધરપકડ કરી પ્રાથમિક પૂછપરછ કરી હતી.
જેમાં આ જથ્થો કેતનભાઇ ઉર્ફે ખેતો જગદીશભાઇ ભદ્રા નામના સખ્સે સપ્લાય કર્યો હોવાનું સામે આવ્યુ હતું. પોલીસે બંને સખ્સો સામે પ્રોહીબીશન ધારાઓ મુજબ ફરિયાદ નોંધી પકડાયેલ સખ્સના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.