ડભોઇ માં લાયન્સ ક્લબ દ્વારા શરદપૂર્ણિમા ના સુંદર ગરબા નું આયોજન કરવામાં આવ્યું

ડભોઇ માં લાયન્સ ક્લબ દ્વારા શરદપૂર્ણિમા ના સુંદર ગરબા નું આયોજન કરવામાં આવ્યું
શરદપૂર્ણિમા ના રોજ ડભોઇ માં લાયન્સ ક્લબ દ્વારા જયસ્વાલ પાર્ટી પ્લોટ ખાતે સુંદર ગરબા નું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મોટી સંખ્યા માં ખેલૈયાઓ એ ગરબા ની રમઝટ જમાવી શરદપૂર્ણિમા ના તહેવાર ની હર્ષોલ્લાસ થી ઉજવણી કારવમાં આવી હતી.લાયન્સ ક્લબ ઓફ ડભોઇ અવાર નવાર ડભોઇ શહેર તેમજ તાલુકા માં સેવાકીય કાર્યો માં અગ્રેસર રહે છે.સાથે જ ધાર્મિક ઉત્સવો પણ સાંસ્કૃતિક રીતે માનવતા હોય છે. જે પૈકી શરદ પૂનમ ની રાત્રી એ ગરબા નું સુંદર આયોજન રાખવામાં આવ્યું હતું જે પ્રસંગે ડભોઇ ના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા(સોટ્ટા) ઉપસ્થિત રહ્યા હતા.સાથે જ લાયન્સ ક્લબ ઓફ ડભોઇ ના પ્રમુખ અંકુરભાઈ પટેલ એ જણાવ્યું હતું કે શરદપૂર્ણિમા ના ગરબા ના આયોજન માં લાયન્સ ક્લબ પરિવાર તથા કિસાન મોરચા નો સિંહ ફાળો રહ્યો છે.અને ગરબા નું આયોજન વિકલાંગ બાળકો ના કાર્યો ના હેતુ થી કરવામાં આવ્યો હતો અને સાથે જ આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે કિસાન મોરચો,બુલબેલ એકેડમી તથા સહયોજક તરીકે ફંડ ફાળો આપનાર દાતાઓ નો પણ આભાર વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે લાઇન્સ ક્લબ ના પ્રેસિડેન્ટ, લાઇન અંકુર પટેલ , કલ્પેશ પટેલ લાઇન બંકિમભાઈ ,અને વડોદરા જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન અશ્વિન પટેલ વકીલ,જીલ્લા મહા મંત્રી ડો.બી જે બ્રહ્મભટ્ટ, જિલ્લાના કેળવણી મંડળ ના પ્રમુખ શશીકાંત પટેલ, ડભોઇ નગરપાલિકા પ્રમુખ કાજલબેન,ડભોઇ શહેર મહામંત્રી અમિત સોલંકી,વંદન પંડ્યા, બીરેન શાહ, તેમજ નગરપાલિકા કોર્પોરેટર તેમજ ભાજપ ના હોદેદારો ઉપસ્થિત રહયા હતા.
રીપોર્ટ :- ચિરાગ તમાકુવાલા