રામસિંહ રાઠવાની આદિજાતિ મંત્રાલયના TRIFED ના ચેરમેનપદે નિમણૂક કરાઈ
રામસિંહ રાઠવાની આદિજાતિ મંત્રાલયના TRIFED ના ચેરમેનપદે નિમણૂક કરાઈ
ભાજપના સિનિયર અને પાયાના કાર્યકર અનુભવી આગેવાન એવા રામસિંહ રાઠવા છોટાઉદેપુર સાંસદ તરીકે છેલ્લા ૪૦ વર્ષથી જીતતા આવ્યા છે ભાજપ આદિવાસી મોરચાના પ્રદેશ અધ્યક્ષ અને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષની પણ કામગીરી કરી છે.હાલ તેમને રાજસ્થાનના પ્રભારી તરીકે ભાજપે નિયુક્ત કર્યા છે ત્યારે આવા સિનિયર નેતાને કેન્દ્રીય મંત્રી જેવો એક વધુ હોદ્દો આપીને સન્માન કર્યું છે. રામસિંહભાઇ રાઠવા ને ભારત સરકારના આદિજાતિ મંત્રાલય હેઠળ ચાલતા Trifed ના ચેરમેન તરીકે નિમણૂક કરવામાં આવી છે.
રામસિંહ રાઠવા હવે દેશના આદિવાસી લેબરો ની સેફ્ટી અને આદિજાતિના વિકાસ ની જવાબદારી નિભાવશે. આદિજાતિ સમાજને થતા નુકસાન રોજગારલક્ષી, શિક્ષણલક્ષી કામગીરી એક પ્રતિનિધિ તરીકે કરશે તેમની આ નિમણૂંક બદલ પશ્ચિમ બંગાળ રીજીઓનલ ઓફિસ ના પ્રાદેશિક પ્રબંધક અજીતભાઈ વાછાણીએ તેવોને શુભકામના પાઠવી છે
રીપોર્ટ : જીગ્નેશ પટેલ માણાવદર