થરાદ માં ધારાસભ્ય દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટ નું ઉદઘાટન કરવામાં આવ્યું

બનાસકાંઠા જિલ્લાના સરહદી પંથકમાં આવેલ થરાદ તાલુકાના ધારાસભ્ય શ્રી ગુલાબસિંહ રાજપૂત દ્વારા આજે ક્રિકેટ ટુર્નામેન્ટ નું ઉદઘાટન કરવામાં આવ્યું હતું જે બનાસકાંઠા જિલ્લાના સરહદી પંથકમાં આવેલ વાવ તાલુકાના અસારા ગામ ખાતે જે ગુલાબસિંહ રાજપૂત થરાદ ધારાસભ્ય નું ગામ આવેલું છે જ્યાં આજે ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ગામ અસારા ખાતે સધ્ધપુરી દાદા ક્રિકેટ ટુર્નામેન્ટ ના શુભારંગ પ્રસંગે ધારાસભ્ય શ્રી ગુલાબસિંહ રાજપૂત દ્વારા હાજરી આપવામા આવી હતી જુની યાદો તાજી થઈ ગઈ નાના હતા ત્યારે આ મેદાન માં ક્રિકેટ રમતા હતા તેવું જણાવ્યું હતું. સૌ ખેલાડીઓને શુભેચ્છા પાઠવી અને ખેલદિલી થી રમવા અપીલ કરી હતી.
રિપોર્ટ: જનકસિહ વાઘેલા (થરાદ)