ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષભાઇ સંઘવીએ બનાસકાંઠા જિલ્લાની મુલાકાત લીધી

ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષભાઇ સંઘવીએ બનાસકાંઠા જિલ્લાની મુલાકાત લીધી
Spread the love

ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષભાઇ સંઘવીએ બનાસકાંઠા જિલ્લાની મુલાકાત લીધી

ગૃહ રાજ્ય મંત્રીશ્રીએ પોતાના મૂળ વતન બલોધર તેમજ ભીલડી, જૂના નેસડા, સાંડીયા, કાંકર ખાતે વિવિધ ધાર્મિક સ્થળોની મુલાકાત લઈ દર્શન કરી આશીર્વાદ મેળવ્યાં હતાં.
ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રીશ્રી હર્ષભાઇ સંધવીએ બનાસકાંઠા જિલ્લાની મુલાકાત લીધી હતી. પાલનપુર રેલ્વે સ્ટેશન ખાતે બનાસકાંઠા કલેક્ટરશ્રી આનંદ પટેલ અને પોલીસ અધિક્ષકશ્રી તરુણ દુગ્ગલે મંત્રીશ્રીનું સ્વાગત કર્યું હતું. તથા પાલનપુર સર્કીટ હાઉસ ખાતે પોલીસ જવાનો દ્વારા મંત્રીશ્રીનું ગાર્ડ ઓફ ઓનરથી સ્વાગત કર્યું હતું. મંત્રીશ્રી હર્ષભાઇ સંધવીએ પોતાના મૂળ વતન લાખણી તાલુકાના બલોધર તેમજ ભીલડી, જૂના નેસડા, સાંડીયા અને કાંકર ખાતે વિવિધ ધાર્મિક સ્થળોની મુલાકાત લઈ દર્શન કરી આશીર્વાદ મેળવ્યાં હતાં. જેમાં ભીલડીયાજી પાર્શ્વનાથ ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી હતી તેમજ ભીલડી ખાતે મુનિશ્રી ચંદ્રસુરીજી મહારાજના ચરણસ્પર્શ કરી આશીર્વાદ મેળવ્યા હતાં અને ભીલડીયાજી જૈન દેરાસરમાં ચાલી રહેલી કામગીરી અને વ્યવસ્થાનું નિરીક્ષણ કરી જરૂરી સુચનો આપ્યા હતાં.
મંત્રીશ્રી હર્ષભાઇ સંઘવીએ પોતાનાં વતન બલોધર ખાતે શિવમંદિરમાં દર્શન કર્યાં હતાં તેમજ ગ્રામજનોએ મંત્રીશ્રીનું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે મંત્રીશ્રીએ ગ્રામજનોનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, બલોધર ગામના વિકાસ માટે સૌ સાથે મળીને તેમજ સહયોગ આપીને કામ કરીએ. તેમજ મંત્રીશ્રીએ ડીસા તાલુકાના સાંડીયા ખાતે ચહેરધામ અને કાંકરેજ તાલુકાના કાંકર ખાતે કુળદેવી સમોર માતાજીના દર્શન કર્યાં હતાં.
આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રભારીશ્રી સુરેશભાઇ શાહ, જિલ્લા ભાજપ મહામંત્રીશ્રી કનુભાઈ વ્યાસ, અગ્રણીશ્રી અણદાભાઈ પટેલ, શ્રી ભારતસિંહ ભટેસરીયા, થરા નગરપાલિકા પ્રમુખશ્રી પૃથ્વીરાજ સિંહ, ભીલડી સરપંચશ્રી મહેશભાઈ મોદી, પ્રાંત અધિકારશ્રી બાબી ઉપસ્થિત રહ્યાં હતાં.

રિપોર્ટ: જનકસિહ વાઘેલા (થરાદ)

FB_IMG_1636204964737.jpg

Janaksinh Vaghela

Janaksinh Vaghela

Right Click Disabled!